આજી ડેમ પાસેના અણિયારા ગામના યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે આજીડેમ…

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે. આ ઘટના મામલે આજીડેમ પોલીસે તપાસ શરૂ કરી છે. વધુ વિગતો મુજબ આજીડેમ વિસ્તારમા આવેલા અણીયારા ગામે રહેતા અને ખેતી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા અનીલભાઇ બાબુભાઇ મોરવાડીયા નામના 32 વર્ષના યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે.

તેમના પરિવાર જનો માથી જાણવા મળ્યુ હતુ કે અનીલ ભાઇને સંતાનમા બે દિકરા અને 4 દિકરી છે. પોતે બે ભાઇ બે બહેનમા નાના હોવાનુ જાણવા મળ્યુ હતુ. અનીલ તેમના મિત્રને 1પ00 રૂપિયા ઉછીના આપ્યા હોય ત્યાર બાદ આ રૂપિયા પરત માગતા મિત્ર પૈસા આપતો ન હોય અને અઠવાડીયા પહેલા આ મિત્રએ અનીલને માર માર્યો હતો. તેમજ છેલ્લા બે મહીનાથી પોતે ગુમસુમ રહેતો હતો. ત્યારે અચાનક આ પગલુ ભરી લેતા પરિવારમા શોક છવાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *