આમ્રપાલી ફાટક પાસે ‘તરૂણે’ પૂરઝડપે કાર ચલાવી રેલવેકર્મીને ઉલાળ્યા

ઘરે વાલી સૂતા હતા ત્યારે સંબંધી પાસેથી કાર લઇ ધો.11નો છાત્ર મિત્રો સાથે રેસકોર્સ ‘યોગ’ના કાર્યક્રમમાં પહોંચ્યો હતો શહેરના આમ્રપાલી સીટી સેન્ટરની સામે જાહેર રોડ…

ઘરે વાલી સૂતા હતા ત્યારે સંબંધી પાસેથી કાર લઇ ધો.11નો છાત્ર મિત્રો સાથે રેસકોર્સ ‘યોગ’ના કાર્યક્રમમાં પહોંચ્યો હતો

શહેરના આમ્રપાલી સીટી સેન્ટરની સામે જાહેર રોડ પર રવિવારની વહેલી સવારે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. અહીં એક કાળા કલરની હ્યુંડાઈ કંપનીની કારના ચાલકે પોતાના વાહનને પૂરપાટ ઝડપે અને અત્યંત ગફલતભરી રીતે ચલાવીને મોટરસાયકલ પર જઈ રહેલા એક રેલવે કર્મચારીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે મોટરસાયકલ સવાર રોડ પર દૂર સુધી ફંગોળાઈ ગયા હતા, જેના કારણે તેમને માથાના ભાગે જીવલેણ હેમરેજ અને જમણા હાથમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ થઈ છે. ગાંધીગ્રામ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેના વાલીઓને બોલાવ્યા હતા.આ ઘટનામાં પોલીસે ચાલકને સકંજામાં લઇ લીધો હતો અને તે ધો.11માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેસકોર્સ મેદાનમાં યોજાયેલા યોગને લગતાં કાર્યક્રમમાં ભાગ લઈ પાંચેક તરૂૂણ કાળા કલરની વર્ના કારમાં ઘરે જઈ રહ્યા હતા. આમ્રપાલી અંડર બ્રિજ ક્રોસ કર્યું ત્યાં સ્પીડ બ્રેકર આવતા બ્રેકને બદલે લીવર પર પગ મુકાઈ જતા ચાલક તરુણ હેબતાઈ ગયો હતો અને કાર હંકારી મૂકી હતી અને કાબુ ગુમાવતાં પુરપાટવેગે જતી આ કાર આગળ જતાં ટુ વ્હીલરોને હડફેટે લઈ ઝાડ સાથે અથડાઈ ઉભી રહી ગઈ હતી.
જેના પગલે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતના દ્રશ્યોના સીસીટીવી જોતા મોટી દૂર્ઘટના ટળ્યાનું તારણ નીકળ્યું છે. કારના આગળનો ભાગનો બુક્ડો બોલી ગયો હતો. મૂળ બિહારના અને હાલ જંક્શન પ્લોટના ક્રિષ્ણધારા એપાર્ટમેન્ટમાં રહેતા સુલેખાબેન (ઉ.વ.41), પતિ રાકેશ મથુરી (ઉ.વ.44)ના બાઈક પાછળ બેસી જતા હતા ત્યારે તેમને આ કારે હડફેટે લેતાં હેમરેજ થઈ ગયું હતું. આ ઉપરાંત જમણા હાથમાં ફેકચર થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.રાકેશકુમાર અર્જુનપ્રસાદ મથુરી (ઉંમર વર્ષ 44) રાજકોટ કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલી રેલ્વેની ડિવીઝનલ કંટ્રોલ ઓફીસમાં સેક્શન કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે.

પોલીસે સુલેખાકુમારીને ફરિયાદી બનાવી કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.કારમાં ચાર તરૂૂણો બેઠા હતા.તમામ સાથે અભ્યાસ કરતા હોવાની માહિતી મળી છે.સવારે વાલીઓ જ્યારે સૂતા હતા ત્યારે તેમની જાણ બહાર મિત્રની કાર લઈ નીકળી ગયાનું જણાવાયું છે.પોલીસે કાર ચલાવતાં તરૂૂણના વાલીઓને તેડું મોકલ્યું હતું તેમજ કાર માલિકને પણ બોલાવી નિવેદન લેવા તજવીજ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *