ઠેબા ચોકડી પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત

  જામનગર પંથકમાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે, અને શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક…

 

જામનગર પંથકમાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે, અને શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક યુવાનનું અંતરયાળ મૃત્યુ નીપજયું છે. જ્યારે અન્ય એક યુવાન ઘાયલ થયો છે. ઉપરાંત અન્ય બાઇક સવાર બુઝુર્ગ પણ ઘાયલ થયા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર ચોકડી પાસે રહેતો અને મજૂરી કામ કરતો દીપક કરણભાઈ વિશ્વકર્મા નામનો 20 વર્ષનો નેપાળી યુવાન આજે બપોરે 2.30 વાગ્યાના અરસામાં ઠેબા ચોકડી પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો.

જેની પાછળ પણ અન્ય એક નેપાળી યુવાન બેઠો હતો.જે બંને ઠેબા ચોકડી થી જામનગર તરફ આવી રહ્યા હતા, જે દરમિયાન સામેથી આવી રહેલા અન્ય એક બાઈક સવાર બુઝૂર્ગ સાથે બાઈક ની ટક્કર થઈ ગઈ હતી, અને બંને બાઈક અથડાઈ પડતાં ત્રણેય ઘાયલ થયા હતા.જે અકસ્માતમાં દિપક વિશ્વકર્માનું ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે બાઈકમાં પાછળ બેઠેલા અન્ય એક નેપાળી યુવાન તેમજ અન્ય બાઇકના ચાલક બુઝુર્ગ કે જેઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેઓની સઘન સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *