હેમુ ગઢવી હોલ નજીક બાઈક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાતાં યુવાનનું મોત

હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.…

હેમુ ગઢવી હોલ પાસે બાઇક સ્લીપ થઈ બંધ કાર પાછળ અથડાયું હતું.આ અકસ્માતની ઘટનામાં વિજય પ્લોટના યુવાનનું મોત નીપજ્યું હતું.યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી મુજબ,વિજય પ્લોટમાં રહેતો રાજન સુરેશભાઈ મકવાણા(ઉ.વ.19) ગઈકાલે રાત્રે 1 વાગ્યા આસપાસ પોતે બાઇક લઈને જતો હતો ત્યારે હેમુ ગઢવી હોલ પાસે બંધ કાર પાછળ બાઈક અથડાતા માથે અને શરીરે ઈજા થતા તત્કાલ 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં તેની સારવાર અર્થે ખસેડાયો હતો. તે દરમ્યાન સારવારમાં સવારે ચાર વાગ્યાં આસપાસ તેમણે દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો હતો.

પોલીસે હોસ્પિટલ દોડી આવી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને જરૂૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રાજનના પરિવારજનોએ જણાવ્યા મુજબ, રાજન બે ભાઈ માં મોટો હતો અને તે વિજય પ્લોટમાં જ પોતાના ઘર નજીક આવેલ એક કારખાનામાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે પોતાના મિત્ર સાથે બાઈક ઉપર આંટો મારવા નીકળ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો.યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઈ રામશીભાઈ વરૂૂ, એ. જી. મકવાણા, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રતાપભાઈ, રવિભાઈ સહિતનાએ એ ડિવિઝન પોલીસને જાણ કરતા કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *