હળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોત

માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે…

માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
હળવદના ચરાડવા ગામે રહેતા ભુપતસિંહ રમેશભાઈ વાદી (ઉ.વ.32) વાળાએ ટ્રક આરજે 09 જીસી 5874 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે માળિયા હાઈવે પર એડટોન કારખાના સામે રોડ પર આગળ પાછળ ધ્યાન રાખ્યા વગર બેદરકારીપૂર્વક અચાનક ટ્રક રીવર્સ લીધો હતો અને બળવંતભાઈના મોટરસાયકલ જીજે 35 પી 9066 સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં બળવંતભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનો ટ્રક લઈને ટ્રક ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

અન્ય બનાવમાં માળિયા (મી.) કુંભાર શેરીમાં રહેતા રામભાઈ જીવણભાઈ બહોરીયા (ઉ.વ.21) નામના યુવાને ટ્રક ટ્રેઇલર યુપી 78 ડીએન 1057 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 08-08 ના રોજ ફરિયાદી રામભાઈ અને તેના મોટીબા મણીબેન ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી મણીબેનને ઠોકર મારી હતી અકસ્માતમાં માથાના અને મોઢા તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *