Connect with us

ક્રાઇમ

અંગતપળનો વીડિયો વાયરલ કરવાની ધમકીથી યુવાનનો સગીરા સાથે આપઘાત

Published

on

ગાંધીનગરમાં પ્રેમીપંખીડાએ કેનાલમાં પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. આપઘાત કરવા પાછળનું કારણ પણ હેરાનીભર્યું હતું. 24 વર્ષીય સાહિલ ઠાકોર અને તેની 16 વર્ષની પ્રેમિકાએ ગાંધીનગરમાં નર્મદા કેનાલમાં પડતું મૂકીને મોતને ગળે લગાવી લીધું હતું. હકીકતમાં સાહિલ અને તેની ગર્લફ્રેન્ડ અંગત પાળો માણી રહ્યાં હતા અને આ દરમિયાન બે શખ્સો અશફાક રાઠોડ અને શાહરુખ બેલિમે તેમનો અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો.

અને પછી વીડિયો દેખાડીને સાહિલને કહેવા લાગ્યાં કે તારી ગર્લફ્રેન્ડે અમારી બન્ને સાથે સંબંધ રાખવો પડશે નહીંતર તમારો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. ચિલોડા પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. પરમારે જણાવ્યું હતું કે આરોપીઓને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, આરોપીઓએ તેમના ફોનમાંથી વીડિયો કાઢી નાખ્યા હતા જોકે આરોપીઓએ અંગત પળોનો વીડિયો શૂટ કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે. બન્નેએ ખાલી એટલું કહ્યું કે તેમની પાસે કપલ સાથે બેઠેલાનો વીડિયો છે. તેમની સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ક્રાઇમ

જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો

Published

on

By


શહેરમાં માદક પદાર્થેની હેરાફેરી કરતાં તત્વો ઉપર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ પાસેથી એસઓજીની ટીમ ફ્રુટની આડમાં ડ્રગ્સ વેચતા વેપારીને ત્રીજી વખત ઝડપી પાડયો હતો. આ ડ્રગ્સ પેડલર ફ્રુટના વેપારી પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ તે કયાંથી લાવ્યો તે બાબતે રિમાન્ડ ઉપર પુછપરછ શરૂ કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, શહેરમાં બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો અને નશાના કારોબાર કરતાં તત્વો ઉપર એસઓજીની ટીમ ધોંસ બોલાવી રહી છે. ત્યારે શહેરનાં જામનગર રોડ પર નવા કોર્ટ બિલ્ડીંગ પાસેથી એકટીવા નં.જીજે.3.એનસી.9648માં ડ્રગ્સ સાથે એક શખ્સ નીકળવાનો હોવાની બાતમીને આધારે એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો. એકટીવાના ચાલક બજરંગવાડી શેરી નં.2 ટાવર નીચે રહેતા ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં જલાલમીયા તાલબમીયા કાદરી (ઉ.51)ની ધરપકડ કરી તેની પાસેથી રૂા.1.95 લાખની કિંમતનું 19.52 ગ્રામ ડ્રગ્સ સહિત રૂા.2.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.


તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ફ્રુટ અને કાપડનો વેપાર કરતાં વેપારી જલાલમીયા ફ્રુટની આડમાં નશાનો કારોબાર ચલાવે છે. આ શખ્સને ત્રીજી વખત ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ પણ બે વખત પકડાયેલો જલાલમીયા છેલ્લા ત્રણ વર્ષથી ડ્રગ્સ પેડલર બની ગયો હોય તે આ ડ્રગ્સ કોની પાસેથી લાવતો અને કોને કોને વેંચતો તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રીત કરવામાં આવી છે.


પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલની સુચના મુજબ એસીપી ભરત બી.બસીયાના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એમ.બી.માજીરાણા સાથે સ્ટાફના ધર્મેશભાઈ ખેર, ઈન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ગોહિલ, અરૂણભાઈ બાંભણીયા, મૌલીકભાઈ સાવલીયા, હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Continue Reading

ક્રાઇમ

શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ

Published

on

By


શહેરના અંબીકા ટાઉનશીપમાં રહેતા અને હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતાં યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપી ટીપ બહાને એપ્લીકેશન ડાઉન લોડ કરાવી ટોળકીએ રૂા.11.47 લાખની છેતરપીંડી કરતાં આ અંગે સાયબર ક્રાઈમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવાનને શેર બજારમાં ઉચા વળતરની લાલચ આપીને તેને વોટસએપ ગ્રુપમાં એડ કર્યા બાદ અલગ અલગ 11 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતાં.


મળતી વિગતો મુજબ, અંબીકા ટાઉનશીપ પાસે સિધ્ધી ચોકમાં રહેતા અને કેપ્રી ગ્લોબલ હાઉસીંગ ફાયનાન્સ કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરતાં દિપકભાઈ જેન્તીભાઈ પરસાણીયાની ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે 11 એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધ્યો છે. દિપકભાઈ પરસાણીયા સાથે રૂા.11.47 લાખની છેતરપીંડી કરનાર આ ત્રણ મોબાઈલ ધારકોએ શેર બજારમાં ઉચા વળતરના નામે દિપકભાઈને ફસાવ્યા હતાં. સ્ટોક માર્કેટનું વોટસએપ ગ્રુપ બનાવી તેમાં દિપકભાઈને એડ કર્યા હતાં અને આ ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી ઉચુ વળતર મળશે તેવી ટીપ આપી હતી અને એક લીંક મોકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી.


કેપ્રી ગ્લોબલ હાઉસીંગના એરિયા મેનેજર દિપકભાઈએ આ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રૂપિયા 11.47 લાખનું રોકાણ કરાવ્યું હતું અને આ રોકાણના વળતર માટે જ્યારે દિપકભાઈએ રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આ ટોળકીએ રૂપિયા ઉપાડવા દીધા ન હતાં. આથી દિપકભાઈએ આ મામલે અલગ અલગ 11 બેંક એકાઉન્ટમાં જે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતાં તે 11 એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવતાં ફાયબર ક્રાઈમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Continue Reading

ક્રાઇમ

કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી: બે ઘવાયા

Published

on

By


શાપર-વેરાવળમાં કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની દુકાન બનાવવા મામલે બે પક્ષ વચ્ચે જાહેરમાં માથાકુટ થઇ હતી અને મારા મારી થતા બે લોકો ઘવાયા હતા. બંનેની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


બનાવની વિગત મુજબ, શાપર વેરાવળમાં આવેલી સર્વોદય સોસાયટીમાં સમીરભાઇ કાશમભાઇ વિશળ નામના યુવકને ગઇકાલે બપોરે લાલો ભરવાડ, વિજય ભરવાડ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ધારીયા અને પાઇપ વડે માર મારતા ઘવાયો હતો. પોતે ડ્રાઇવીંગ કરે છે, પોતે મીત્રો સાથે નોનવેજની દુકાન બનાવવા મામલે વાતો કરતો હતો ત્યારે ત્યાં કરિયાણાની દુકાન ધરાવતા શખ્સે તેને માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે રાયધન પોપટ ગમારા નામના યુવાનને સમીર, ગધો અને તેની સાથેના શખ્સોએ લોંખડના પાઇપથી બેફામ માર મારતા તેમને ઇજા પહોંચી હતી. રાયધને જણાવ્યુ હતુ કે, પોતાને કરિયાણાની દુકાન છે અને ત્યાં બાજુમાં સમીર નોનવેજની દુકાન નાખવાની વાતો કરતો હોય જેથી બંને પક્ષ વચ્ચે માથાકુટ થઇ હતી.

Continue Reading
ક્રાઇમ4 mins ago

જામનગર રોડ ઉપર ફ્રૂટનો વેપારી ત્રીજી વખત ડ્રગ્સ વેંચતા ઝડપાયો

ગુજરાત5 mins ago

પડધરીના મોટી ચણોલની યુવતીનો ઝેરી દવા પી આપઘાત

ક્રાઇમ8 mins ago

શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી ફાઈનાન્સ કંપનીના મેનેજર સાથે 11 લાખની ઠગાઈ

ગુજરાત9 mins ago

નવરાત્રી પૂર્વે પોલીસનું ચેકિંગ, 1 કલાકમાં 58 નિયમભંગ કરતા પકડાયા

ગુજરાત16 mins ago

પ્ર.નગર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનોએ સીપીઆર તાલીમ લીધી

ગુજરાત19 mins ago

રાસગરબામાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપતી ‘અભયમ’

ગુજરાત26 mins ago

યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી દૂર રાખવા 15 કિ.મી. સાઈકલ રેલી યોજાઈ

ક્રાઇમ29 mins ago

કરિયાણાની દુકાનની બાજુમાં નોનવેજની કેબિન બનાવવા મામલે બઘડાટી: બે ઘવાયા

ક્રાઇમ32 mins ago

ભગવતીપરાની મહાકાળી સોસાયટીમાં પીસીબીનો દરોડો, ત્રણ જુગારી ઝડપાયા

રાષ્ટ્રીય36 mins ago

પાંચ હજાર કરોડના ડ્રગ્સમાં કોંગ્રેસના નેતાનું નામ ખુલ્યું

ગુજરાત2 days ago

મોરબીમાં કારમાં આગ ભભૂકી: સિરામિક ઉદ્યોગપતિ ભડથું

ગુજરાત1 day ago

એઈમ્સમાં નવી રમત: મહિલા તબીબની માનસિક સંતાપની ફરિયાદમાં બિલાડીને જ દૂધના રખોપા

આંતરરાષ્ટ્રીય23 hours ago

લેબનોનમાં પેજર હુમલાથી ભારત એલર્ટ, ચીની ઉપકરણો પર પ્રતિબંધ લાગશે

ધાર્મિક1 day ago

આવતી કાલથી નવરાત્રી શરૂ, જાણો કલશ સ્થાપનાના શુભ મુહૂર્ત

ક્રાઇમ2 days ago

ફલેવરવાળો વિદેશી દારૂ બનાવવાનું કારખાનું પકડાયું

ગુજરાત23 hours ago

કોંગી અગ્રણીઓ સામેનો બદનક્ષીનો કેસ વિથ ડ્રો કરવા કોર્ટમાં પુરશીષ રજૂ કરતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

ક્રાઇમ2 days ago

લખતરના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં 12 વર્ષના બાળકનું મોત

ગુજરાત2 days ago

રિંગ રોડ-2 ફોરલેન બનાવવા 80 કરોડના ખર્ચને મંજૂરી

ગુજરાત23 hours ago

પુનિત સોસાયટીમાં વેપારીના પત્નીનો ગળેફાંસો ખાઈ આપઘાત

ધાર્મિક24 hours ago

આસો નવરાત્રીનો કાલથી પ્રારંભ

Trending