નવા બસ સ્ટેન્ડ પાસે વૃક્ષ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ યુવકનો આપઘાત

શહેરના ભાવનગર રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે ઝાડવામાં એક યુવકે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હોવાનું રાહદારીને ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરી…

શહેરના ભાવનગર રોડ પર આવેલા નવા બસ સ્ટેન્ડ પાસે ઝાડવામાં એક યુવકે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હોવાનું રાહદારીને ધ્યાને આવતા તુરંત પોલીસને જાણ કરી હતી. બનાવના પગલે થોરાળા પોલીસનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

વધુ વિગતો મુજબ,શહેરના સર્વોદય પાંચમાં રહેતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.40) નામના યુવકે ગત રાત્રિના દસેક વાગ્યા આસપાસ ભાવનગર રોડ ઉપર આવેલા નવા બસ સ્ટેન્ડની બાજુના ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જે ઘટના રાહદારીને ધ્યાને આવતા તેને તુરંત 108ને જાણ કરતા ઇ એમટી સહિતના સ્ટાફે યુવકને ઝાડમાંથી નીચે ઉતરી તપાસી મૃત જાહેર કરી થોરાળા પોલીસમાં જાણ થતાં પીએસઆઈ જીંજાળા, રાઈટર કુલદિપસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસપિટલમાં ખસેડી તપાસ હાથ ધરતા મૃતક બે ભાઇ માં નાના અને અપરણિત હતા. યુવાને ક્યા કારણોસર ઘરેથી નીકળી જઈ આ પગલુ ભર્યુ તેનું ચોક્કસ કારણ જાણવા ન મળતા પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *