લાલપુરના ખટિયામાં દારૂ છોડવાનું કહેતા યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના…

પત્નીની વાતનું લાગી આવતા ભરેલું પગલું

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામમાં રહેતા પ્રવીણ બચુભાઈ આરઠીયા નામના 36 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવ અંગે જયેશ કરસનભાઈ આરઠીયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે. જે. જાડેજા એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન ક્યારેક ક્યારેક દારૂૂ પીવાની ટેવ ધરાવતો હતો. જે દારૂૂ પીવાની ટેવને છોડી દેવા માટે પત્ની જણાવતી હોવાથી તેનું મનમાં લાગી આવ્યું હતું, અને તેના કારણે ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *