રૂ. 1.38 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો
જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસે દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામેની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે અલીયાગામની સીમમાંથી એક ક્રેટા કારમાંથી 690 લીટર દેશી દારૂૂ સાથે કાર જપ્ત કરી છે. આ દારૂૂની કિંમત આશરે 1,38,000 રૂૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ અલીયાગામની સીમમાં દરોડો પાડવા ગઈ હતી.
જ્યાંથી એક સફેદ રંગની ક્રેટા કારમાં દેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર અને દારૂૂ કબજે કરીને આરોપીની શોધખોળ શરૂૂ કરી છે.જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ પ્રોહિબિશનની પ્રવૃત્તિને રોકવા માટે પોલીસ કર્મચારીઓને સતત સૂચનાઓ આપી છે.
આ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન. શેખ સહિતના પોલીસ કર્મચારીઓએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.
