મીઠાપુરમાં કોક્રીટનો બીમ પડતા પરપ્રાંતીય શ્રમિકનું મોત
દ્વારકામાં સનાતન આશ્રમ સામે રહેતા આલાભા પાલાભા માણેક નામના 58 વર્ષના હિન્દુ વાઘેર પ્રૌઢ ગઈકાલે બુધવારે બપોરના સમયે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે સનાતન સર્કલ પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા ડી.ડી. 01 કે. 9514 નંબરની એક ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આલાભા માણેકના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેઓ બાઈક સાથે ફંગોળાઈ ગયા હતા.
આ અકસ્માતમાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અને નિવૃત્ત આર્મીમેન પત્રામલભા પાલાભા માણેક (ઉ.વ. 56) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસ ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એલ.કે. કાગડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર પાડલી ગામની સીમમાં એલ. એન્ડ ટી. કંપનીના એરિયામાં કામ કરી રહેલા મૂળ બિહાર રાજ્યના પટણા જિલ્લાના ખગોલ તાલુકાના રહીશ અમરનાથ કારૂૂભાઈ સાવ ગામના 36 વર્ષના શ્રમિક યુવાન સિમેન્ટ કોંક્રિટના બીમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્રેઇન દ્વારા મૂકતા હોય, ત્યારે બીમના લોક છોડતા તે દરમિયાન અકસ્માતે તોતિંગ બીમ અમરનાથભાઈના પગ અને કમરના ભાગે પડ્યું હતું.
જેના કારણે તેમને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની પણ સત્યેન્દ્ર કારૂૂભાઈ સાવ (ઉ.વ. 45) એ મીઠાપુર પોલીસને કરતા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.