શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઇડીસીમાં પગપાળા જતા શ્રમિક યુવનને ટ્રક ચાલકે કચડી નાખતા ઘટના સ્થળેજ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. જાણવા મળતી વિગત મુજબ મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નં.3 ની અંદર, શ્રી રામ હોસ્પિટલ પાસે, એપેક્ષ હોમનીટસ નામના પ્રા.લી. કારખાનામાં રહેતાં મૂળ મધ્યપ્રદેશના વતની મીનાબેન રાજેન્દ્ર લોલ્લી બંસલ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ટ્રક નં. જીજે ના ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેણી તેના પતિ સાથે છેલ્લા બે મહિનાથી મજૂરી કામ કરે છે.
તેઓને સંતાનમાં છ પુત્રી અને બે પુત્ર છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ મેટોડા જીઆઇડીસીમાં આવેલ એપેક્ષ કારખાનામાં કામ કરતી હતી ત્યારે ત્યાં જ કામ કરતી બલરામની પત્નીએ તારા પતિ રોડ પર ચાલીને રોડ પર જતા હતા ત્યારે પાછળથી એક ટ્રક ચાલકે તેને ઠોકર મારતા તેનુ એક્સિડન્ટ થયેલ છે તેમ વાત કરતા તેણી તાત્કાલિક ફિસ્યા રબરના કારખાનામાં પાસે આવેલા અને જોયું તો તેના પતિ ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલ હતા અને તેને પેટના ભાગે, ખભે અને હાથમાં કોણીથી કાંડા સુધી ગુપ્ત ભાગ ફાટી ગયેલ અને લોહી નીકળતું હતું. તેમજ શરીર નાની મોટી છોલછાલની ઇજા થયેલ હતી. દરમિયાન 108 ની ટીમ આવી જતાં તબીબે તેણીના પતિને તપાસી મૃત જાહેર કર્યા હતાં.
