સણોસરા ગામે શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સણોસરા ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા સણોસરા ગામે શ્રમિક યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદનો વતની અને બે વર્ષથી કુવાડવા રોડ પર સણોસરા ગામે રમેશભાઇની વાડીમાં રહી કામ કરતો સુનિલ બાબુભાઇ ભુરીયા (ઉ.વ.20)નામના યુવાને આજે સવારે વાડીએ હતો ત્યારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને ગંભીર હાલતમાં સારાવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીેસે હોસ્પિટલે દોડી જઇ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *