પત્ની સાથે વતનમાં જવા બાબતે બોલાચાલી બાદ લાગી આવતાં પગલું ભર્યુ
મૂળ છત્તીસગઢ રાજ્યના વતની અને હાલ ધ્રોલ તાલુકાના સણોસરા ગામમાં આવેલી શ્રીકૃષ્ણ સ્પિનિંગ મિલમાં રહીને મજૂરી કામ કરતા રામશંકર બીસાહુ તાંજય નામના 44 વર્ષ ના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના કારખાનામાંથી બહાર નીકળી જઇ પાસેજ આવેલા ખેતરમાં જઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક ની પત્ની કાજલબેન રામશંકરે પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડીપી વઘોરા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન રામશંકર કે જેને પોતાના વતનમાં જવા માટેની 15 દિવસની રજા મળી હતી, અને પોતે પોતાના વતનમાં બેગ ભરીને જઈ રહ્યો હતો, જે દરમિયાન તેની પત્ની કાજલબેન કે જેણે પણ વતનમાં જવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ પતિએ હમણાં નહીં પરંતુ હું પરત આવી જઉ પછી આપણે ફરીથી સાથે વતનમાં જઈશું તેમ કહેતાં પત્નીએ ઝઘડો કર્યો હતો. જેથી રામશંકરના મનમાં લાગી આવતાં કારખાનામાંથી સૂટકેસ ભરીને નીકળી ગયા હતા, ત્યારબાદ તેણે આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
