કુદરત અને કરૂણાનું એક વર્ષ: જામનગરના ‘વનતારા’એ વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર મેળવી અજોડ સિદ્ધિઓ

વન્યજીવ સંભાળમાં અનંત અંબાણીના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમેન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વનતારાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ઋઅછઅણઅ…

વન્યજીવ સંભાળમાં અનંત અંબાણીના અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમેન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વનતારાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે ઋઅછઅણઅ અને જઊઅણઅ ની સભ્યતા તેમજ ‘પ્રાણી મિત્ર એવોર્ડ 2025’ પ્રાપ્ત થયો છે, જે આ કેન્દ્રની વૈશ્વિક ગુણવત્તા પર મહોર મારે છે

જામનગર, ગુજરાત: વં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત અને અનંત મુકેશ અંબાણીના વિઝન સમાન વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારા ના ઉદ્ઘાટનને આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ, માત્ર 12 મહિનાના ટૂંકા ગાળામાં વનતારાએ પ્રાણીઓની સેવા, અદ્યતન તબીબી સારવાર અને વૈજ્ઞાનિક સંરક્ષણ ક્ષેત્રે નવા આયામો સર કર્યા છે. ગયા એક વર્ષમાં વનતારાની સમર્પિત ટીમોએ વાઘ, સિંહ, સરીસૃપો, પક્ષીઓ અને વાનર વર્ગના હજારો ઘાયલ અને અસહાય પ્રાણીઓને બચાવીને તેમને સ્વસ્થ કર્યા છે. જટિલ સર્જરીઓ અને સ્નેહભરી સંભાળ બાદ અનેક પ્રાણીઓને સફળતાપૂર્વક તેમના કુદરતી નિવાસસ્થાને (જંગલમાં) પરત છોડવામાં આવ્યા છે. ખાસ કરીને લાકડાકાપ ઉદ્યોગ અને સર્કસ જેવી પીડાદાયક સ્થિતિમાંથી મુક્ત કરાયેલા 250થી વધુ હાથીઓને અહીં નવું જીવન અને વૈજ્ઞાનિક સારવાર મળી રહી છે.

વનતારા માત્ર એક આશ્રયસ્થાન નથી, પરંતુ એક ’નેશનલ રેફરલ સેન્ટર’ છે. અહીં 11 સેટેલાઇટ પ્રયોગશાળાઓ અને 70થી વધુ નિષ્ણાતો કાર્યરત છે. જે દરરોજ 2.000થી વધુ નમૂનાઓની તપાસ કરી પ્રાણીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. પ્રાણીઓના ખોરાક માટે 1,56,000 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક સંપૂર્ણ સ્વચાલિત પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે.

દરરોજ હજારો પ્રાણીઓની સંભાળ રાખતા વનતારા 1,56,000 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું ખોરાક સંપૂર્ણ સ્વચાલિત પદ્ધતિથી તૈયાર કરે છે. આ ખોરાક 50 તાપમાન નિયંત્રિત વાહનો દ્વારા પહોંચાડવામાં આવે છે. 200થી વધુ પ્રશિક્ષિત લોકો આ કામગીરી સંભાળે છે અને 1,000થી વધુ ખેડૂતો ચારો અને પશુઆહાર ઉગાડવામાં સહકાર આપે છે. સાથે સાથે 200 સભ્યોની ચોવીસે કલાક સક્રિય ટીમે 50થી વધુ આંતરરાષ્ટ્રીય બચાવ અભિયાન અને 15 વાઇલ્ડલાઇફ રેપિડ રિસ્પોન્સ તૈનાતીમાં સહાય કરી છે.

પ્રાણીઓની સાથે માનવ સેવાના અભિગમમાં પણ વનતારા અગ્રેસર રહ્યું છે. પંજાબના વિનાશકારી પૂર સમયે વનતારાની ટીમે 10 લાખથી વધુ લોકોને રાહત સામગ્રી પહોંચાડી હતી. ગુજરાત વન વિભાગના સહયોગથી લુપ્તપ્રાય પ્રજાતિઓના સંવર્ધન માટે પણ આ કેન્દ્ર મહત્વનું યોગદાન આપી રહ્યું છે.
આજે એક વર્ષના અંતે વનતારા કરૂણા અને આધુનિક વિજ્ઞાનના સમન્વય દ્વારા પૃથ્વી પરના મૂંગા જીવો માટે આશાનું કિરણ અને ભારત માટે ગૌરવનું પ્રતીક બની રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *