દારૂ પી મારકૂટ કરી ધાકધમકી આપતા પતિથી ત્રાસી છેલ્લા પાંચ મહિનાથી રિસામણે બેઠી’તી
શહેરમાં આવેલા ભિલવાસ ચોકમાં રહેતી પરિણીતા દારૂ પી ત્રાસ ગુજારતા પતિ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવવા જતી હતી. ત્યારે પતિ સહિતના શખ્સોએ મહિલા પોલીસ સ્ટેશન નજીક પરિણીતાને આતંરી મારમારી આંખમાં ઝેરી ફૂવારો છાટી દીધો હતો. પરિણીતાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા વિગત મુજબ ભિલવાસ ચોકમાં રહેતી ગુડીબેન અજયભાઇ રંગપરા નામની 25 વર્ષની પરિણીતા સવારના પાંચ વાગ્યાના અરસામાં મહિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતી ત્યારે પતિ અજય રંગપરા સહિતના શખ્સોેએ ઝઘડો કરી મારમાર્યો હતો અને આંખમાં ઝેરી ફૂવારો છાંટયો હતો.
પરિણીતાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.પ્રથામિક પૂછપરછમાં અજય રંગપરા દારૂપી મારકૂટ કરતો હોવાથી છેલ્લા પાંચ મહિનાથી માવતરે રીસામણે બેઠી હતી અને રાત્રીના પતિએ ધમકી આપતા ભાઇને સાથે લઇ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા જતી હતી. ત્યારે પતિ સહિતનાએ મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
