લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇ

રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ…

રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ કરતા કંડકટર સહિતના બે લોકોએ તેની સાથે માથાકૂટ કરી હતી અને તેણીને ધક્કો મારતા ચાલુ બસે નીચે પટકાઇ હતી અને તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

વધુ વિગતો મુજબ જંગલેશ્ર્વર શેરી નં.12/12માં રહેતી માયાબેન (ઉ.વ.30)નામની પરિણીતાને ગઇકાલે તેમના પતિ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાં બેસાડવા આવ્યા હતા. તેમને સુરત રહેતા નણંદના ઘરે જવુ હોય જેથી સુરતની બસમાં બેઠા હતા અને બસ લીંબડી નજીક પહોંચતા માયાબેનની બાજુમાં બેઠેલા મુસાફરે તેમની છેડતી કરી હતી. જેથી માયાબેને દેકારો કરી કંડકટરને વાત કરતા કંડકટરે પણ માયાબેન સાથે માથાકૂટ કરી અને તેમને ચાલુ બસે ધક્કો મારી દેતા તેઓ નીચે પટકાયા હતા. તેમને ઇજા થતા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આક્ષેપોને લઇ હાલ લીંબડી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *