પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતા મહીલાને સુરેન્દ્રનગરના ટીકકર ગામે લગ્નમા જવુ હોય તે પડધરીથી રાજકોટ આવ્યા બાદ બસ સ્ટેન્ડ જવા માટે જામનગર રોડથી રીક્ષામા બેઠા ત્યારે રીક્ષામા બેઠેલ બે મહીલા પેસેન્જરે તેમને શિકાર બનાવી રોકડ અને દાગીના ભરેલુ પર્સ ચોરી લેતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
મળતી વિગતો મુજબ પડધરી તાલુકાના ખજુરડી ગામે રહેતા રસીકબા ગુલાબસિંહ જાડેજા (ઉ.વ. પ7) ગત તા 1 ફેબ્રુઆરીના રોજ ખજુરડી ગામેથી મુળીના ટીકકર ગામે લગ્નમા જવા રાજકોટ આવ્યા હતા અને જામનગર રોડ પર ઇકોમા આવ્યા બાદ ત્યાથી રીક્ષામા એસટી બસ સ્ટેન્ડ જવા બેઠા હતા. રીક્ષામા અગાઉ બે મહીલા પેસેન્જર બેઠી હતી તે રસ્તામા ઉતરી ગયા બાદ મહીલાએ ભાડુ દેવા માટે પર્સ ચેક કરતા પર્સ ગાયબ હતુ. ત્યારે રીક્ષામા તેમના થેલામા રાખેલા પર્સની ચોરી થઇ હતી આ પર્સમા 3000 રોકડા અને 1.પ લાખના દાગીના મળી રૂ. 1.8 લાખની મતા ભરેલુ પર્સ ગઠીયો ચોરી જતા આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. એ ડીવીઝન પોલીસે મહીલાની ફરીયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.