આડા સંબંધની ખોટી વાત ઉડાવવાની ધમકી આપતા દડવાની મહિલાએ આપઘાત કર્યો’તો

મહિલાના ઘરે યુવાન પાણી પીતો હોય તેવો વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આપઘાત કર્યો હતો, બન્નેની ધરપકડ ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથક…

મહિલાના ઘરે યુવાન પાણી પીતો હોય તેવો વીડિયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતા આપઘાત કર્યો હતો, બન્નેની ધરપકડ

ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ મથક હેઠળના મોટા દડવા ગામે સામાજિક બદનામી અને બ્લેકમેઇલિંગના માતા અને ચાર વર્ષની પુત્રીએ કૂવો પૂર્યો હતો. ઘરના બેડરૂૂમમાં પાણી પીવા માટે આવેલી વ્યક્તિ સાથેનો વિડીયો ગુપ્ત રીતે ઉતારી, તેને વહેતો કરવાની અને પત્ની સાથે આડા સંબંધો હોવાના ખોટા આક્ષેપ કરી બે શખ્સએ ફરિયાદીને બ્લેકમેઇલ કરવાનું શરૂૂ કર્યું હતું.

આ ધમકીઓ અને સામાજિક પ્રતિષ્ઠા હણાઈ જવાના ડરથી કંટાળી ગયેલી પરિણીતાએ પોતાની માસૂમ પુત્રી સાથે કૂવામાં ઝંપલાવીને આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ મામલે આટકોટ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનાના બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 108 (આપઘાતની દુષ્પ્રેરણા), 308(4), 238, 329(4), 351(2), 352, 54 મુજબ ગુનો નોંધીને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરી છે.

હવેલી ચોક વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અરવિંદ બાબુભાઈ સાપરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પોતે મકાનની છત ઉપર સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા, ત્યારે નાગજી ઉર્ફે ગડો નાગરાજ પરમાર નામના શખ્સે તેનો સંપર્ક કરી તેમના વોટ્સએપ પર એક વિડીયો મોકલ્યો હતો. અરવિંદભાઈએ વિડીયો ખોલીને જોતા, તેમના જ ઘરના બેડરૂૂમમાં તેમની પત્ની મોહિત ચંદુ બારૈયાને બેડ ઉપર બેસીને પાણી પાતી હોય તેવું દેખાતું હતું. આ વિડીયો મોહિતે જ પોતાના મોબાઈલથી ઉતાર્યો હતો અને નાગજીએ અરવિંદને ધમકી આપી હતી કે, મોહિતને તારી પત્ની સાથે આડા સંબંધો છે, જો તું પોલીસને કે અન્ય કોઈને જાણ કરીશ તો તારા હાથ-પગ ભાંગી નાખીશું અને અમારે તારી પાસેથી પૈસા જોઈશે, નહીંતર આ વિડીયો વહેતો કરી દઇશું.

આ વીડિયો બાબતે અરવિંદે પત્ની સાથે વાત કરતાં પત્નીએ કહ્યું કે આડાસંબંધની વાત ખોટી છે, મોહિત પાણી પીવા જ આવ્યો હતો. જો કે આ બન્ને શખ્સ વારંવાર આ વીડિયો બાબતે ધમકી આપતા અને પૈસાની ઉઘરાણી કરતા હોઇ દંપતીને ચિંતા રહેતી કે હવે સમાજમાં શું મોઢું બતાવવું? આથી પત્ની ભારે તણાવ અનુભવતી હતી અને પતિ જાગે તે પહેલાં જ વહેલી સવારે તે પુત્રી દેવાંશીને લઇને ઘરની બહાર નીકળી ગઇ હતી તેમજ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *