ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં કથીવદર નજીક કાર પલટી મારી જતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મહિલાનું મોત થયું હતું. ભાવનગર-સોમનાથ હાઈવે પર વહેલી સવારે ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. રાજુલાના કથીવદર ગામ નજીક કાર અચાનક પલટી મારી હતી. અકસ્માતની જાણ થતા તાત્કાલિક 112 અને 108 ઈમરજન્સી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.આ અકસ્માતમાં 5 લોકોને ઇજા પહોંચી છે.
બરોડાથી ઊના જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ઇજાગ્રસ્તોને રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હરિયાણાના બહાદુરગઢ ગામના પરિવારને રાજુલાના કથીવદર નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં શીલાદેવી (ઉ.વ.70), રોહિત મનીષભાઈ ખત્રી( ઉ.વ.12), મુકેશ સુખારામ યાદવ (ઉ.વ.28) સહિતને ઈજા થઈ હતી. જ્યારે સ્વીટી સંદીપભાઈ (ઉ.વ.42)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભાવનગર-સોમનાથ હાઈવે પર છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વિક્ટરથી ટીંબી સુધીના રોડ વિસ્તારમાં ડાઈવર્ઝનના કારણેવારંવાર અકસ્માત થઈ રહ્યા છે.
