રાજકોટ-ભાવનગર-જૂનાગઢ-જામનગર માટે સિટી લોજિસ્ટિક પ્લાન્સ લોંચ

લોજિસ્ટિક ક્ષેત્રે સહયોગ સાધવા ત્રણ એમ.ઓ.યુ. થયા, 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં થશે પૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂૂપે આજે ’ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ…

લોજિસ્ટિક ક્ષેત્રે સહયોગ સાધવા ત્રણ એમ.ઓ.યુ. થયા, 1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં થશે પૂર્ણ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ભાગરૂૂપે આજે ’ગુજરાતમાં ઉન્નત લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા માટે રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું સંકલન’ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે એક સીમાચિહ્નરૂૂપ જાહેરાત કરતા ગુજરાત સરકાર દ્વારા ’ગુજરાત સ્ટેટ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન’ તેમજ રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ શહેરો માટે ’સિટી લોજિસ્ટિક્સ પ્લાન્સ’ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સેમિનાર દરમિયાન લોજિસ્ટિક્સ ક્ષેત્રે સહયોગ સાધવા માટે મહત્વના 03 જેટલા એમ.ઓ.યુ. ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતા ઉદ્યોગ મંત્રી ડો. જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે, રાજ્ય અને શહેર લોજિસ્ટિક્સ યોજનાઓનું લોન્ચિંગ અને એમ.ઓ.યુ.પર થયેલા હસ્તાક્ષર લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસને વેગ આપશે. આ પહેલ વડાપ્રધાનના ‘વિકસિત ભારત 2047’ ના વિઝન અને ‘આત્મનિર્ભર ભારત’ મિશન સાથે સુસંગત છે. સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, આ યોજનાઓ રાજ્યની લોજિસ્ટિક્સ પોલિસી સાથે સુસંગત રહે, જેથી તેની અમલીકરણ કાર્યક્ષમતા અને ગ્રાઉન્ડ લેવલ પર પ્રભાવ વધારી શકાય.

આ યોજનાઓ હેઠળ અંદાજે રૂૂ.1.80 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સની પાઈપલાઈન તૈયાર કરવામાં આવી છે, જેનું અમલીકરણ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કો વર્ષ 2026-30 અંદાજે રૂૂ.41.9 હજાર કરોડ, બીજો તબક્કો વર્ષ 2031-35 રૂૂ.1.16 લાખ કરોડ અને ત્રીજો તબક્કો વર્ષ 2036-47 રૂૂ. 21.9 હજાર કરોડના ખર્ચે પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.

આ સેમિનારમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી – ઈઈંઈંના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં આશરે 100 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં ફ્લેન્ડર્સ – બેલ્જિયમના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર ઈવા વર્સ્ટ્રેલેન, નિપ્પોન કોઈ ઈન્ડિયાના ટાકુયા નાકાગાવા, એપીએમ ટર્મિનલ્સના ક્લિન્ટ કાર્માઈકલ અને ડીપી વર્લ્ડ ૠઈઈના યુસુફ તાંબવાલા જેવા આંતરરાષ્ટ્રીય વક્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ, શૈક્ષણિક નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પેનલ ચર્ચા દ્વારા તેમના અનુભવો શેર કર્યા હતા. પ્રાદેશિક સ્તરે આ પ્રકારના વૈશ્વિક પ્લેટફોર્મની ઉપલબ્ધતાને ઉપસ્થિત વરિષ્ઠ સનદી અધિકારીઓ અને મહેમાનોએ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *