કાલાવડ રોડ આવાસ કવાર્ટરમાં બે મહિનાનો બાળક સુતા બાદ ઉઠ્યો જ નહીં

શહેરના કાલાવડ રોડ પર આવાલે વૃંદાવન આવાસ કવાર્ટરમાં રહેતા પરિવારનો બે મહિનાનો બાળક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો તેને બેભાન હાલતમાં સારવાર…

શહેરના કાલાવડ રોડ પર આવાલે વૃંદાવન આવાસ કવાર્ટરમાં રહેતા પરિવારનો બે મહિનાનો બાળક રાત્રે સુતા બાદ સવારે ઉઠ્યો જ ન હતો તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર વૃંદાવાન આવાસ કવાર્ટરમાં રહેતા અરવિંદભાઇ નાયકાનો બે મહિનાનો પુત્ર ગત રાત્રે સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવ્યો હતો.

બાદમાં આજે સવારે તેને ઉઠાડતા તે ઉઠતો ન હોય જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેનુ મોત નીપજ્યુ હતું. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને તેના પિતા કડીયા કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવાર મુળ મોડાસાનો વતની છે. માસુમ પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *