સામાકાંઠાની 53 સોસા.માં પાણીનો દેકારો, મેયર સમક્ષ આક્રોશ

વર્તમાન અને ભવિષ્યના કેટલાક આયોજનની માગણી સાથે ‘આપ’ પાર્ટીની આગેવાની હેઠળ મેયરને કરાઇ રજૂઆત રાજકોટના સામાકાંઠે વોર્ડ નં.4 અને કુવાડવા રોડ પરની 53થી વધુ સોસાયટીઓમાં…

વર્તમાન અને ભવિષ્યના કેટલાક આયોજનની માગણી સાથે ‘આપ’ પાર્ટીની આગેવાની હેઠળ મેયરને કરાઇ રજૂઆત

રાજકોટના સામાકાંઠે વોર્ડ નં.4 અને કુવાડવા રોડ પરની 53થી વધુ સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી દુષિત પાણી, ધીમા ફોર્સે આવતુ પાણી તેમજ કયારેક તો ત્રણ ચાર દિવસ સુધી નસીબ થતુ ન હોવાની વ્યાપક બુમરાડ ઉઠી રહી છે. આ વિસ્તારના નવા ચુંટાયેલા નગરસેવકો ધ્યાન આપતા નથી અને અધિકારીઓ જવાબ દેતા નથી તેવા આક્રોષ સાથે ગઇકાલે મહીલાઓએ કુવાડવા રોડ ચક્કાજામ કર્યો હતો. દરમિયાન આજે સોસાયટીના આગેવાનો આમ આદમી પાર્ટીેના રાહુલ ભુવા અને અન્ય અગ્રણીઓની આગેવાની હેઠળ મનપા કચેરીએ મેયર સમક્ષ લેખીતમાં રોષ ઠલવવામાં આવ્યા હતા.

મેયરને આપેલા આવેદનમાં જણાવાય મુજબ રાજકોટ શહેરના વોર્ડ નંબર 4 માં કુવાડવા રોડ, મોરબી રોડ અને સેટેલાઇટ ચોક વિસ્તાર છેલ્લા ઘણા વર્ષોથી સતત વિકાસ પામી રહ્યો છે. આ વિસ્તારમાં વિવિધ નવા રહેણાંક પ્રોજેક્ટો, એપાર્ટમેન્ટ્સ, ટાઉનશિપો, વ્યાપારી સંકુલો અને નવી રહેણાંક સોસાયટી બનવાના કારણે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતી જતી વસ્તી અને ભવિષ્યની જરૂૂરિયાતોની સરખામણીએ પાણી સંગ્રહ, પાણી વિતરણ અને પાણી પુરવઠાની માળખાકીય સુવિધાઓનું આયોજન પૂરતા પ્રમાણમાં થયેલ નથી તે હેતુથી આમ આદમી પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવતી મુખ્ય માંગણીઓ છે જેમાં હાલના અને ભવિષ્યના પાણી પુરવઠાને ધ્યાનમાં રાખીને યોગ્ય સ્થળે ઓછામાં ઓછી 25 થી 30 લાખ લિટર ક્ષમતાની આધુનિક ઓવરહેડ પાણીની ટાંકી (ઊજછ)નું નિર્માણ કરવામાં આવે.

આ ઉપરાંત મોરબી રોડ વિસ્તારના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને મુખ્ય પાણી વિતરણ લાઈનોનું પુન:આયોજન કરવામાં આવે. જેમાં મુખ્ય ટ્રાન્સમિશન લાઇનનું અપગ્રેડેશન, મોટા ડાયામીટરની નવી પાઈપલાઈન, ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી વધારે વિતરણ ક્ષમતા વિકસાવવામાં આવે. તેમજ આ વિસ્તાર માટે મોટી ક્ષમતાની (50 લાખ લિટર) ભૂગર્ભ પાણી સંગ્રહ ટાંકી (UGR)નું નિર્માણ કરવામાં આવે.

જયારે કુવાડવા રોડ, મોરબી રોડ અને સેટેલાઈટ ચોક વિસ્તાર માટે અલગ અને વિશેષ Water Infrastructure Master Plan જાહેર કરવામાં આવે. જેમાં આગામી 25 વર્ષનો વસ્તી વૃદ્ધિ અભ્યાસ, પાણીની ભાવિ માંગનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન, ESR અને UGR ની જરૂૂરિયાત, નવી પાણી લાઈનોનું આયોજન, પાણી દબાણ (Water force) વ્યવસ્થાપન યોજના, ઈમર્જન્સી પાણી વ્યવસ્થાપન યોજના, સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ કરવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *