વિધવા મહિલાને પ્રેમજાળમાં ફસાવી ગઠિયો રૂા.5.72 લાખના દાગીના લઈ ભાગી ગયો

રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી,…

રૈયા રોડ પર કનૈયા ચોક પાસે જીવનનગર શેરી નં.3 માં રહેતાં કલ્પનાબેન હેમંતભાઈ ખાંડેખા (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અતુલ ભીમરાયજી ખંડારે (રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે,તેણીના પતિનું વર્ષ 2019 માં અવસાન થયેલ છે.

વર્ષ 2020 માં ફેસબુક મારફતે એક અતુલ ખંડારે નામના વ્યકિત સાથે સંપર્ક થયેલ અને બાદ ફેસબુક મારફતે વાતચીત કરતા હતા, બંનેએ મોબાઇલ નંબર એકબીજાને મોકલેલ અને આ અતુલે કહેલ હતુ કે, તે એમ્બ્યુલન્સમા ડ્રાઇવીંગનુ કામ કરે છે, તે એમ્બ્યુલન્સ લઈને જયારે રાજકોટ આવે ત્યારે ઘણીવાર મળવા માટે ધરે આવતો હતો. જેથી બંને એકબીજાની વધારે નજીક આવેલ હતાં.

બાદમાં અતુલે કહેલ કે, આપણે બંને લગ્ન કરી લઈએ, જેથી તેને થોડા સમય બાદ લગ્ન કરવાનું કહેતાં તે માની ગયેલ હતો, તેની ઉપર બહુ જ વિશ્વાસ આવી ગયેલ હતો. પોણા બે વર્ષ પહેલા મે 2024 માં તેણી તેના માતાના ઘરે મહારાષ્ટ્રમા અમરાવતીના મહોલી પાંન્ડે ગામ ખાતે ગયેલ હતી, રાજકોટના ધરની ચાવી પાડોશમા રહેતી નાનપણની ફ્રેન્ડ સ્નેહા હીંગડેને આપેલ હતી, અવાર નવાર જયારે પણ બહાર ગામ જાય ત્યારે ધરની ચાવી તેને આપીને જતી હતી.

તેણી મહારાષ્ટ્ર હતી તે વખતે આ અતુલનો ફોન આવેલ કે, હુ રાજકોટ એમ્બયુલન્સ લઈને આવેલ છુ અને બહુ થાક્યો છુ, માટે આરામ કરવો છે તેમ કહેતા તેને કહેલ કે, કાંઈ વાધો નહી મારા ધરે આરામ કરો, હુ મારા પરની ચાવી પાડોશી ફ્રેન્ડ સ્નેહાને આપીને આવેલ છુ, હુ તેને ફોન કરી દઉં છુ, તમે તેની પાસેથી ચાવી લઇ લેજો તેમ વાત કરેલ હતી. બાદ આ અતુલનો ફોન આવેલ કે, હા મે ચાવી લઈ લીધી છે, હુ ધરમાં આરામ કરૂૂ છુ, બાદ બન્ને વચ્ચે ફોનથી વાતચીત થતી હતી.

ત્રણ દિવસ અતુલ ધરે રોકાયેલ અને ત્રણ દીવસ બાદ જ્યારે તેને મહારાષ્ટ્ર જવાનુ થયુ ત્યારે તેણે ફોન કરીને કહેલ હતુ કે, હું મહારાષ્ટ્ર જાવ છુ, ધરની ચાવી સ્નેહાબેનને આપુ છુ, 15 દિવસ બાદ તેણી મહારાષ્ટ્રથી રાજકોટ ઘરે પહોચેલ અને ઘરમાં જઈને જોયેલ તો કબાટમાં રાખેલ સોનાની વસ્તુઓ જેમા એક સોનાનો સેટ રૂૂ. 36432, એક સોનાની લેડીસની વીંટી, સોનાની એક જોડી કાનની બુટી, એક સોનાનુ મંગળસુત્ર, સોનાની કાનની સશ બુટી, સોનાની બંગળી ચાર નંગ, એક સોનાનો ચેઇન, એક સોનાનુ મંગળસૂત્ર તથા એક જોડી બુટી મળી રૂૂ.5.72 લાખના તમામ સોનાના દાગીનાઓ જોવામા આવેલ નહી.જેથી અતુલને તુરતજ ફોન કરી વાત કરેલ કે, મારા ઘરે મે રાખેલ સોનાની વસ્તુઓ ઘરમાં નથી, તને ખબર છે, જેથી અતુલએ કહેલ કે, હા તારી સોનાની બધી વસ્તુ હુ મારી સાથે મહારાષ્ટ્ર લઇને આવેલ છુ, સોનાની વસ્તુઓ આમ ઘરમાં રાખય નહી અને તુ મહારાષ્ટ્રમા રોકાવાની હતી એટલે હું તારા સોનાના બધા દાગીના મારી સાથે લઇને મહારાષ્ટ્ર આવેલ છુ, તારા બધા સોનાના દાગીના બેંકમા રાખી દીધેલ છે અને ત્યા સહી સલામત રહેશે.

જયારે રાજકોટ પાછો આવીશ ત્યારે તારા સોનાના બધા દાગીના સાથે લઈ આવીશ અને તને આપી દઇશ તેમ વચન અને વિશ્વાસ આપેલ હતો. બાદ હું હમણા થોડા દેણામા આવી ગયેલ છુ, મને થોડો સમય આપ, હુ તને તારા બધા દાગીના પરત આપી જાઇશ. છેલ્લા બે ત્રણ મહીનાથી આ અતુલએ તેના મોબાઈલ નંબર બંધ કરી દીધેલ અને સંપર્ક પણ તોડી નાંખી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *