વિરાટ કોહલીને જોઇ ભાવુક બની ગયો, રાજકોટ મેચની ઘટના
ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી રોમાંચક મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક અને ચાહકનો અદભૂત ક્રેઝ જોવા મળ્યો હતો. મેચમાં જ્યારે વિરાટ કોહલી ફિલ્ડિંગ ભરી રહ્યો હતો, ત્યારે જામનગરનો એક 15 વર્ષીય કિશોર સુરક્ષા કવચ તોડીને મેદાનમાં ધસી આવ્યો હતો. મેદાન પર પહોંચતાની સાથે જ તેણે વિરાટ કોહલીને જોરથી ગળે લગાડી લીધો હતો. પોતાના મનપસંદ ક્રિકેટરને આટલી નજીક જોઈને કિશોર અત્યંત ભાવુક થઈ ગયો હતો. આ ઘટના જોઈને ગ્રાઉન્ડ પર હાજર સુરક્ષા સ્ટાફ અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. તુરંત જ કિશોરને વિરાટથી અલગ કરી મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
