વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી દેશ વિદેશ લોકો દર્શન માટે આવે છે અને મંદિરની બાજુમાં ગટરના પાણી ભરાવાથી તેમની લાગણીને ઠેશ પહોશે છે.
પ્રભાસપાટણ મુખ્ય બજારમાંથી જે યાત્રિકો સોમનાથ મંદિરમા દર્શન માટે જાય છે તેવોને ફરજિયાત આ દુર્ગંધયુક્ત પાણીમા પગ બોળીને નિકળવું પડે છે જેથી કચવાતા મને દુ:ખી થય દર્શન કરવાં જાય છે આ ધટના વારંવાર બને છે. છતાં સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકા દ્વારા આ પ્રશ્નનુ નિરાકરણ લાવેલ નથી
આ બાબતે આમ આદમી પાર્ટી ના પ્રકાશભાઈ વાયલુ એ જણાવ્યું કે સોમનાથ પવિત્ર યાત્રાધામ છે અને આ રીતે વારંવાર ગટર છલકાવા ને કારણે પાણી નિકળે તે ખુબજ ખરાબ બાબત છે તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવાલ ચણવાને કારણે પણ આ પાણી ભરાય છે.
કોંગ્રેસના યુવા અગ્રણી સુમરા સાજીદ દ્વારા જણાવવામાં આવેલ કે સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે અને નગરપાલિકા દ્વારા કરોડો રૂૂપિયાની ભુગર્ભ ગટરની કામગીરી કરે છે પરંતુ ભષ્ટ્રાચારને કારણે કોઈ સારી કામગીરી થતી નથી અને જેથી આ પરીસ્થિતિનુ નિર્માણ થયેલ છે.
