રોડ ઉપર રખડતા પશુએ આચાર્યાનો ભોગ લીધો

રોડ ઉપર રખડતા છોડી મુકાયેલા પશુઓને કારણે સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીવનનો ભોગ લેવાય છે ગત સાંજે સાયલા તાલુકાનાં હડળા ધાંધલપુરનાં રોડ ઉપર અચાનક પશુ…


રોડ ઉપર રખડતા છોડી મુકાયેલા પશુઓને કારણે સર્જાતા અકસ્માતમાં અનેક માનવ જીવનનો ભોગ લેવાય છે ગત સાંજે સાયલા તાલુકાનાં હડળા ધાંધલપુરનાં રોડ ઉપર અચાનક પશુ આડું ઉતરતા એક્ટિવાનાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા શિક્ષિકાનું કરૂૂણ મરણ નિપજતા શિક્ષક સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
સાયલાનાં સખપર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકા રેખાબેન પંચાલ ઉ. વ. 41 મંગળવારનાં સ્કૂલ પત્યા પછી તેઓના એક્ટિવા પર પરત ચોટીલા ઘરે આવવા નિકળેલ હતા સાંજના આશરે સવા છ સાડા છ ના અરસામાં હડાળા – ધાંધલપુર રોડ ઉપર ઢેઢુકી ગામ ની સીમ સોલાર પ્લાન્ટ પાસે પહોંચતા રોડ ઉપર એક સાઇડમાંથી અચાનક પશુ આડું ઉતરતા રોડ ઉપર પટકાઇ પડતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત રેખાબેનને સ્થાનિકો બેભાન હાલતમાં ચોટીલા રેફરલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવતા ફરજ પરનાં ડોક્ટરે મૃત પામેલ જાહેર કરેલ હતા.


અકસ્માત અંગે જાણ થતા શિક્ષક સમાજનાં લોકો હોસ્પિટલ ખાતે દોડી આવેલા અને શિક્ષણ વિભાગે આશાસ્પદ શિક્ષિકા ગમુમાવ્યાનો શોક પ્રસરી ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *