સિવિલ હોસ્પિ.માં 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર

એચએમપી વાઇરસના સંભતિ ખતરા સામે રાજકોટ સિવિલ હોસ્પિટલનુ તંત્ર પણ સજજ બન્યુ છે અને પીડીપીયુ હોસ્પિટલમા ઓકિસજન વેન્ટિલેટર સાથે 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામા…

એચએમપી વાઇરસના સંભતિ ખતરા સામે રાજકોટ સિવિલ હોસ્પિટલનુ તંત્ર પણ સજજ બન્યુ છે અને પીડીપીયુ હોસ્પિટલમા ઓકિસજન વેન્ટિલેટર સાથે 10 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામા આવેલ છે. આ ઉપરાંત ડોકટર અને નર્સિંગ સ્ટાફ સહિતની વ્યવસ્થા કરવામા આવેલ છે.

આ ઉપરાંત જરૂરી દવાઓ, ઓકિસજન સહિતની વ્યવસ્થા પણ કરવામા આવી છે. કોરના વખતે કરવામા આવેલ વ્યવસ્થાની માફક જ એચએમપી વાયરસ સામે લડવા માટે હોસ્પિટલ તંત્ર સજજ હોવાનુ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ જણાવ્યુ હતુ.

પીડીયુ સિવિલ હોસ્પીટલ રાજકોટમાં એચએમપીવી વાયરસને અનુસંધાને નવી એમ.સી.એચ. બિલ્ડીંગમાં એચ.ડી.યુ વિભાગ ખાતે 10 ઑક્સીજન અને વેનટીલેટર સાથે બેડ તૈયાર કરીને રિઝર્વ રાખવામા આવેલ છે. જરૂૂર પડ્યે વધુ બેડની જરૂૂરિયાત ઊભી થાય તો તુરંત પહોચી વળવા માટે વધારાની સુવિધા પણ ઊભી કરવામાં આવેલ છે. એચએમપીવી વાયરસ માટેના ટેસ્ટ હોસ્પીટલમાં જ થઈ શકે તે માટે જરૂૂરી કીટની ખરીદી અને બીજી પ્રક્રિયા કરવામાં આવેલ છે. તેમ તબીબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા અને સિનિયર અધિકારી ડો. એમ.સી. ચાવડાએ જણાવ્યું છે.

પી.ડી.યુ મેડિકલ કોલેજમાં ન્યુરોસર્જનની નિમણૂક
સમગ્ર સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ ખાતે આવેલી પંડીત દિનદયાળ ઉપાધ્યાય સરકારી હોસ્પિટલમાં મગજની બિમારી સબબ સારવાર ન્યુરો સર્જનની ખાલી જગ્યાના કારણે મળતી નહી, ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી. આ પ્રશ્ને જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું અંગત ધ્યાન દોરી ખાલી જગ્યા વહેલી તકે ભરવા ધ્યાન દોર્યુ હતું ત્યાર બાદ રાજકોટ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવા ખાત્રી આપી હતી. દર્દીઓને પડતી મુશ્કેલી દુર કરવા માટે સરકારે ડો.તેજસ ચોટાઈની પી.ડી.યુ.મેડીકલ કોલેજ રાજકોટ ખાતે નિમણુંક કરતા ગરીબ દર્દીઓને મગજની બિમારી સબબ વિનામુલ્યે સારવાર મળતી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *