રાજકોટ-વેરાવળ વચ્ચે મહાશિવરાત્રી નિમિત્તે કાલથી ચાલશે મેળા સ્પેશિયલ ટ્રેન

ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર થશે સ્ટોપેજ મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે…

ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર થશે સ્ટોપેજ

મહાશિવરાત્રી મેળા 2026ના અવસરે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને વેરાવળ વચ્ચે વિશેષ ભાડા પર પાંચ દિવસ માટે મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09513/09514 રાજકોટ વેરાવળ રાજકોટ અનારક્ષિત દૈનિક સ્પેશિયલ ટ્રેન સંખ્યા 09513 રાજકોટવેરાવળ સ્પેશિયલ: દરરોજ સવારે 06:55 કલાકે રાજકોટથી રવાના થશે અને તે જ દિવસે સવારે 10:55 કલાકે વેરાવળ પહોંચશે. ટ્રેન સંખ્યા 09514 વેરાવળરાજકોટ સ્પેશિયલ: વેરાવળથી બપોરે 15:20 કલાકે રવાના થશે અને રાત્રે 20:00 કલાકે રાજકોટ પહોંચશે.

આ સ્પેશિયલ ટ્રેન 13 ફેબ્રુઆરી, 2026 થી 17 ફેબ્રુઆરી, 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. સ્ટોપેજ: આ ટ્રેન બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, વીરપુર, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર ઉભી રહેશે. મુસાફરોને વિનંતી છે કે ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની રચના સંબંધિત વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષ ફિશહ. લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *