જેતપુરમાં છ વર્ષની બાળકી સાથે કૌટુંબિક સગીરભાઈએ દુષ્કર્મ ગુજાર્યુ

ચોર-પોલીસ રમતા રમતા અગાસીમાં લઈ જઈ સગીરે દુષ્કમ ગુજાર્યુ જેતપુર પંથકમાં માસૂમ બાળકીઓ સાથેની છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેતપુર…

ચોર-પોલીસ રમતા રમતા અગાસીમાં લઈ જઈ સગીરે દુષ્કમ ગુજાર્યુ

જેતપુર પંથકમાં માસૂમ બાળકીઓ સાથેની છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસ મથકે એક હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ છે.

જેતપુર પંથકમાં માસૂમ બાળકીઓ સાથેની છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેતપુર તાલુકા પોલીસ મથકે એક હૃદયદ્રાવક ફરિયાદ નોંધાઈ છે, જેમાં માત્ર 6 વર્ષની બાળકી સાથે તેના જ કૌટુંબિક સગીર ભાઈએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. આ આઘાતજનક ઘટના અંદાજે 15 દિવસ પહેલા બની હતી.

બાળકીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબી તપાસ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની હકીકત સામે આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાળકીની પૂછપરછ કરતા સમગ્ર મામલાનો ખુલાસો થયો હતો. આરોપ મુજબ, જ્યારે બાળકી ઘરની અગાસી પર રમી રહી હતી, ત્યારે તેના જ કૌટુંબિક ભાઈએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કૃત્ય આચરનાર આરોપી પોતે પણ સગીર છે અને ધોરણ 9 માં અભ્યાસ કરતો 14 વર્ષીય કિશોર છે. પવિત્ર ગણાતા લોહીના સંબંધોને લજવતી આ ઘટનાએ સમાજ માટે ચિંતાનો વિષય ઊભો કર્યો છે.

બાળકીના પરિવારની ફરિયાદના આધારે જેતપુર તાલુકા પોલીસે સગીર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં બાળકીની તબિયત પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *