8થી વધુ ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખસે મહિલા ફોરેસ્ટ ઓફિસર સહિત 3 મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી
ધોરાજીનાં મોટી મારડમા રહેતા લાકડા કાપવાનો કોન્ટ્રાકટ ધરાવતા અને 8 થી વધુ ગુનામા સંડોવાયેલા નામચીન શખસે ધોરાજીનાં મહીલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર અને તેની સાથેનાં અન્ય 3 મહીલા કર્મચારી સાથે માથાકુટ કરી નિર્લજ હુમલો કરી ફરજમા રૂકાવટ કરતા આ મામલે પોલીસ ફરીયાદ નોંધાઇ છે અગાઉ પણ અનેક વખત વિવાદમા આવેલા નામચીન શખસે કલેકટર સમક્ષ ફોરેસ્ટ અધીકારી વિરુધ્ધ કરેલી ખોટી રજુઆત બાબતે પુછતા ઉશ્કેરાયેલા શખસે માથાકુટ કરી જપાજપી કરી હતી.
મળતી વિગતો મુજબ ધોરાજીનાં મહીલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર નીહારીકાબેન ઠાકોરભાઇ પંડયાએ નોંધાવેલી ફરીયાદમા મોટી મારડનાં પરેશ વાછાણીનુ નામ આપ્યુ છે.
પરેશ વાછાણી વિરુધ્ધ 8 થી વધુ ગુના નોંધાયેલા છે અવાર નવાર ફોરેસ્ટ વિભાગ સાથે માથાકુટ કરતા પરેશને તેનાં વિરોધી જુથ સાથે લાકડા કાપવા બાબતે ઝઘડો થયો હતો જેમા પોલીસ ફરીયાદ થઇ હોય આ અંગે મામલતદારે ધોરાજી ફોરેસ્ટ વિભાગને સર્વે કરી રીપોર્ટ આપવા સુચના આપી હોય મહીલા ફોરેસ્ટ અધીકારીએ સર્વે કર્યો હોય ત્યારે પરેશે માથાકુટ કરી હતી.
ત્યારબાદ ફોરેસ્ટ વિભાગ ઉપર દબાણ લાવવા ખોટી રીતે કલેકટરમા કરેલી અરજી બાબતે મહીલા ફોરેસ્ટ ઓફીસર નીહારીકાબેન સહીતનાં અન્ય 3 ફોરેસ્ટ વિભાગનાં મહીલા કર્મચારીઓ પીપળીયા ગામે હતા ત્યારે પરેશ વાછાણીને કલેકટરને શુ અરજી કરી છે તેમ પુછતા મહીલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર નીહારીકાબેન સહીતનાં કર્મચારીઓ સાથે ઝઘડો કરી ફરજમા રૂકાવટ કરી નિર્લજ હુમલો કરી માર માર્યો હતો આ બાબતે ધોરાજી પોલીસે ગુનો નોંધી પરેશ વાછાણીની શોધખોળ શરુ કરી છે.
