ઉનાના સોનેરી ગામ નજીક કૂતરું આડું ઉતરતા છકડોરિક્ષા પલટી, ત્રણ લોકો ઇજાગ્રસ્ત

રિક્ષાચાલક સહિત બે ગંભીર, કેસરિયા-દીવ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ ઉના તાલુકાના સોનેરી ગામ નજીક ગમખ્વારઅકસ્માત સર્જાયો હતો. કચરો એકત્ર કરવાનું કામ કરતા છકડો…

રિક્ષાચાલક સહિત બે ગંભીર, કેસરિયા-દીવ રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગ

ઉના તાલુકાના સોનેરી ગામ નજીક ગમખ્વારઅકસ્માત સર્જાયો હતો. કચરો એકત્ર કરવાનું કામ કરતા છકડો રિક્ષાચાલકે અચાનક રસ્તા વચ્ચે કૂતરું આડું પડી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં રિક્ષાચાલક સહિત ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 30 વર્ષીય રિક્ષાચાલક રમેશ હરસુખભાઈ પોતાની છકડો રિક્ષામાં સોનેરી ગામના રાણીબેન ચૌહાણ અને તેમની પૌત્રી માન્યતાબેન સોલંકી ને બેસાડીને જઈ રહ્યા હતા. સોનેરી અને કેસરિયા વચ્ચેના માર્ગ પર અચાનક એક શ્વાન દોડીને રિક્ષાની સામે આવી ગયું. તેને બચાવવા જતાં રમેશ ભાઈએ રિક્ષા પરથી નિયંત્રણ ગુમાવ્યું અને જોતજોતા માં રિક્ષા રોડ પર પલટી ખાઈ ગઈ હતી.

આ ભયાવહ અકસ્માતમાં રાણીબેન રિક્ષામાંથી ફંગોળાઈ જતાં તેમને મોઢાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે રિક્ષાચાલક રમેશભાઈને કમરના ભાગે ગંભીર માર વાગ્યો છે. સદનસીબે પૌત્રી માન્યતાબેનને સામાન્ય ઈજા ઓ થવા પામી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઉના ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી. રાણીબેન અને રિક્ષાચાલક રમેશભાઈની ઈજાઓ ની ગંભીરતા જોતાં બંનેને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *