ડે. કલેકટર એલઆઇપી, તમારા સેવીગ્ઝ કરેલા રૂપિયા અને વિમાની રકમ ગુમાવી: શેરબજારના વોલેટમાં 10 કરોડ રૂપિયાનો પ્રોફીટ તરીકે દેખાડતા વૃધ્ધ ગઠીયાની જાળમાં ફસાયા
પાટણથી ડેપ્યુટી કલેકટર તરીકે નિવૃત થયેલા અને હાલ રાજકોટના બજરંગવાડી શેરી નં. 11માં લોટસ કોમ્પ્લેક્ષમાં રહેતાં દીનેશભાઈ સળીયાજી નિનામા (ઉ.વ. 59) સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી અને આઈપીઓ ભરવાના નામે રૂૂ. 64 લાખની છેતરપિંડી કરાયાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં દીનેશભાઈએ જણાવ્યું છે કે ગત જાન્યુઆરી માસમાં એક વોટસએપ નંબર પરથી શેર બજારમાં રોકાણ કરી પ્રોફિટ કમાવવાનો મેસેજ આવ્યો હતો. જેથી રસ પડતાં વાત કરી હતી. સામાવાળા ગઠીયાએ ફોર્મ મોકલ્યું હતું. જે ભરીને પરત કરતાં તેમને એક વોટસએપ ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમના નામનું બીજું વોટસએપ ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું. સામાવાળા ગઠીયાએ પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરાવી હતી. જેમાં તેમના આઈડી પાસર્વડ જનરેટ કરી આપ્યા બાદ અલગ-અલગ શેર ખરીદવા માટે મેસેજ આવવાનું શરૂૂ થયું હતું. શરૂૂઆતમાં રૂૂ. 50,000 ના શેર ખરીદતાં એપના વોલેટમાં પ્રોફિટ સાથેની રકમ દેખાતી હતી. ત્યાર પછી વધુ બે વખત રૂૂ. 50-50,00 સામાવાળા ગઠીયાના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા.
આ પછી સામાવાળા ગઠીયાએ આઈપીઓમાં રોકાણની વાત કરી હતી. તેમણે રોકાણ કરતાં 15,000 શેર લાગ્યા હોવાનું વોલેટમાં દેખાતું હતું. સામાવાળા ગઠીયાએ આ માટે રૂૂ. 18 લાખ માંગતા પોતાના બેન્ક ખાતામાંથી સામાવાળા ગઠીયાના એકાઉન્ટમાં રૂૂ. 15 લાખ જમા કરાવ્યા હતા. ત્યાર પછી સામાવાળા ગઠીયાએ બીજા આઈપીઓમાં રોકાણ કરવાનું સૂચન કરતાં તેમાં એપ્લીકેશન કરતાં ચાર લાખ શેર એલોટ થયાનું અને તેના રૂૂ. 1.64 કરોડ જમા કરાવવાનું કહેવાયું હતું. પરંતુ આટલી રકમનું રોકાણ કરી શકે તેમ નહીં હોવાથી સામાવાળા ગઠીયાએ વોલેટમાં જે પ્રોફિટ દેખાય છે તે બાદ કરતાં રૂૂ. 82 લાખ ભરવાનું કહ્યું હતું. પરંતુ આ રકમ ભરવાની પણ તેમણે ના પાડતાં
સામાવાળા ગઠીયાએ ઓફર આપતાં કહ્યું કે અમારી સંસ્થા તમને લોન આપશે, જે રકમ તમે પછીથી ભરી શકશો. જેથી સહમત થઈ ગયા હતા. થોડા સમય બાદ તે આઈપીઓ શેર બજારમાં લીસ્ટ થતાં તેમના વોલેટમાં રૂૂ. 10 કરોડની રકમ પ્રોફિટ તરીકે દેખાતી હતી. જે રકમ ઉપાડવા માટે સામાવાળા ગઠીયાએ રૂૂ. 82 લાખની લોન ભરવાની વાત કરી હતી. આ સ્થિતિમાં પોતાની બધી સેવિંગ્ઝ, એસઆઈપી અને વીમાની રકમ ભેગી કરીને કટકે-કટકે રૂૂ 49 લાખ સામાવાળા ગઠીયાના જુદા-જુદા બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે કુલ રૂૂ. 64 લાખ જમા કરાવ્યા હતા. આ પછી પણ સામાવાળા ગઠીયાએ વધુ રકમની માંગણી ચાલુ રાખતાં શંકા ગઈ હતી. પરિણામે સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.
