કોટડાસાંગાણીમાં 3200 ચોરસ મીટર જમીન ઉપર ખડકાયેલું કારખાનાઓનું દબાણ હટાવાયું

કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટર મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર 12માં આશરે રૂૂ.2.56 કરોડની 3200…

કલેકટર પ્રભવ જોશીની સૂચના અનુસાર અને આસિસ્ટન્ટ કલેક્ટર મહક જૈનના માર્ગદર્શન હેઠળ કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા ગામની સરકારી જમીન સર્વે નંબર 12માં આશરે રૂૂ.2.56 કરોડની 3200 ચો.મી.વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આશરે 2800 ચો.મી.માં પરેશભાઈ ગોવિંદભાઇ જાતિયાણી, સ્ટાર પેક ઇન્ડસ્ટ્રીઝ, આશરે 200 ચો.મી.ની જમીન પર ટોપ ક્રેનના ઘનશ્યામભાઈ કનુભાઈ ચોવટીયા, આશરે 200 ચી.મી.ની જમીન પર વિષ્ણુ સીન્ટેકના શૈલેષભાઇ ગઢિયાએ દબાણ કર્યું હતું.

આ ઔદ્યોગિક એકમોમાં મળી કુલ દબાણ 3200 ચો.મી. જમીનની રુ. 2.56 કરોડની અંદાજિત કિંમત છે. જમીન પરના દબાણ દૂર કરવાની કામગીરી કોટડાસાંગાણી મામલતદાર જી.બી.જાડેજા, નાયબ મામલતદાર હિનાબેન ગોહેલ, નયનભાઈ રાજા, સર્કલ ઓફિસર સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી અમિતભાઈ બાવળિયા સહિતની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *