દિલ્હી-એકસપ્રેસ વે પર બેફામ ટ્રકે કારને 4 કિ.મી.ઢસડી: 4નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત એક્સપ્રેસ વેના ચેઇનેજ નંબર 194 નજીક થયો હતો, જે પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર અને એક અજાણ્યા વાહન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં ચાર લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ કાર મહાકાલ મંદિરના દર્શન કરીને ઉજ્જૈનથી નોઇડા પરત ફરી રહી હતી. એક્સપ્રેસ વેના ચેઇનેજ નંબર 194 નજીક આ અકસ્માત થયો હતો, જે પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે.તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણા રજીસ્ટ્રેશન નંબરવાળી કારમાં પાંચ લોકો હતા.

તેઓ ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને નોઇડા પરત ફરી રહ્યા હતા ત્યારે જ ઝડપી ગતિએ આવતી કાર એક અજાણ્યા વાહન સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. એકમાત્ર ઘાયલ વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે અકસ્માત પછી ટ્રક ડ્રાઈવર કારને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.પાપડા અને નાંગલ રાજાવતન પોલીસ સ્ટેશનની પોલીસે તાત્કાલિક ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની હજુ સુધી સત્તાવાર ઓળખ થઈ નથી, પરંતુ તેઓ હરિયાણાના રહેવાસી હોવાનું કહેવાય છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
પોલીસે FIR નોંધી છે અને તપાસ શરૂૂ કરી છે. અકસ્માત બાદ ભાગી ગયેલા ટ્રક ડ્રાઈવરની શોધ ચાલી રહી છે. તપાસમાં CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *