રાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયા

મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.…

મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મુખ્ય આરોપીને જામનગર જિલ્લાના બજરંગપુર ગામેથી પકડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રાજપરા ગામના કરણ સિંહોરા દ્વારા એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર જામનગર જિલ્લાના બજરંગપુર ગામે છુપાયેલા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સગીરાને મુક્ત કરાવી હતી
પોલીસે આરોપીને મદદ કરનાર સંદીપ લુદરિયા અને લખમણ સિંહોરાની પણ પોલીસે ધરપકડ કરી છે. સંદીપે અપહરણમાં મદદ કરી હતી. જ્યારે લખમણ સિંહોરાએ અલગ-અલગ જગ્યાએ આશરો આપ્યો હતો. રાણાવાવ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *