રજપૂતપરાની હોટેલમાંથી કૂટણખાનું ઝડપાયું : સંચાલક ગ્રાહક પાસેથી 3500 લઇ રૂપલલનાને 1000 જ આપતો’તો

રાજકોટની બે અને પશ્ર્ચિમ બંગાળની એક એમ ત્રણ રૂપલલના મળી આવી, સંચાલક અને મેનેજરની ધરપકડ શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ…

રાજકોટની બે અને પશ્ર્ચિમ બંગાળની એક એમ ત્રણ રૂપલલના મળી આવી, સંચાલક અને મેનેજરની ધરપકડ

શહેરના રજપુતપરા મેઈન રોડ પર સુરભી કોમ્પ્લેક્ષના બીજા માળે સેવન-પ્લસ સ્પામાં ધમધમતાં કૂટણખાના ઉપર એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી સંચાલક અને મેનેજર સહિત બેની ધરપકડ કરી હતી. સ્પામાંથી મળી આવેલી ત્રણ રૂૂપલલનાને નિયમ મુજબ પોલીસે સાક્ષી બનાવી હતી. ઘણાં સમયથી આ સ્પામાં કૂટણખાનું ચાલતું હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. મળેલી બાતમીના આધારે પીઆઈ બી. વી. બોરિસાગરની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ. રાણાએ ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરાવ્યા બાદ દરોડો પાડયો હતો. તે વખતે કોઈ ગ્રાહક તો મળી આવ્યું ના હતું.

પરંતુ રાજકોટની બે અને પશ્ચિમ બંગાળની એક મળી એમ ત્રણ રૂૂપલલના મળી આવી હતી. જેને પોલીસે નિયમ મુજબ સાક્ષી બનાવી હતી. સ્પામાંથી પોલીસે મેનેજર કશ્યપ નિતીન ચુડાસમા (રહે. જામનગર રોડ, નવી કોર્ટ પાસે, શ્રીજી પાર્ક શેરી નં. 1) અને સંચાલક રાહુલ મનોજભાઈ હજારીયા (રહે. રેલનગર, આસ્થા ચોક, ગુરૂૂવારી બજાર પાસે)ની ધરપકડ કરી હતી. તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે બંને આરોપીઓ ગ્રાહક પાસેથી કુલ રૂૂા. 3500 વસુલતા હતા.જેમાંથી રૂૂા. 1,000 રૂૂપલલનાને આપતા હતા.

બાકીના રૂૂા. 1500 પોતે રાખતા હતા. સ્પામાં એન્ટ્રી ફીના નામે રૂૂા. 1,000 અલગથી વસુલ કરતાં હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી રૂૂા. 13,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ધ ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.ઉલ્લેખનીય છે કે,શહેરમાં બીજા ઘણા સ્પામાં પણ અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હોવાની છાશવારે ફરિયાદો ઉઠે છે.અમુક હોટલોના નામો પણ ચર્ચામાં આવે છે. આમ છતાં પોલીસને આ બાબતે કોઈ રસ ન હોય તેમ મોટાપાયે કાર્યવાહી કરતી નથી. તેને બદલે એકલ-દોકલ કેસ કરી કામગીરી કર્યાનો સંતોષ મેળવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *