ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ કવાર્ટરમાંથી ગાંજાનો જથ્થો પકડાયો

રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ ગોંડલમાંથી 2.79 લાખ રૂૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ’’Say No To Drugs’ ઝુંબેશ અંતર્ગત કરવામાં…

રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ ગોંડલમાંથી 2.79 લાખ રૂૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ’’Say No To Drugs’ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા આવાસ ક્વાર્ટરમાં એક રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, મકાનમાંથી પ્લાસ્ટિકના સફેદ થેલામાં રાખેલો 5 કિલો 592 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 2,79,600 રૂૂપિયા આંકવામાં આવી છે.

પોલીસે ઘટનાસ્થળેથી ગાંજા ઉપરાંત 5,000 રૂૂપિયાનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો, આમ કુલ 2,84,600 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ ઇમ્તીયાઝ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઇ સુમરા છે, જે ગોંડલના આવાસ યોજનાના ક્વાર્ટર બ્લોક નં. છ-06 નો રહેવાસી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઇમ્તીયાઝ સુમરા રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ આટકોટ, ગોંડલ સિટી, રાજકોટ સિટી ડી.સી.બી., સુરેન્દ્રનગરના ધજાળા અને વિછીંયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ, આઇ પી સી. અને એન. ડી. પી. એસ. એક્ટ હેઠળ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આરોપી સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન. ડી. પી.એસ. એક્ટની કલમ-8(સી), 20(બી)(2-બી) તથા 29 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલિપ્ત રાય (IPS) અને પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. આ કામગીરીમાં SOG શાખાના PI એફ.એ.પારગી, PSI જે.જી. ઝાલા, પી.બી.મિશ્રા, વિપુલભાઇ ગુજરાતી, ક્રિપાલસિંહ જાડેજા, વિજયભાઈ વેગડ, પીયૂષભાઈ અઘેરા, મયુરભાઈ વિરડા, પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધાંધલ, વિપુલ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ડોડીયા, વિજયગીરી ગૌસ્વામી, ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ નરસિંહભાઈ બાવળિયા, અ.પો.કો. નવદિપ બાબરીયા તેમજ સમગ્ર SOG અને રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *