ધ્રોલની રાધે રેસીડેન્સીમાં ભાડાના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો…

ધ્રોલના એક મકાન માં દારૂૂ હોવાની બાતમી ના આધારે જામનગર ની એલસીબી ટુકડી એ દરોડો પાડ્યો હતો. અને 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જો કે આરોપી પોલીસ ના હાથ માં આવ્યો ન હતો.

ધ્રોલ ના રાધે રેસીડેન્સી માં એક ભાડા ના મકાન માં રહેતા ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા ના મકાનમાં દારૂૂ ઉતારવામાં આવ્યો હોવાની બાતમી ના આધારે આજે એલસીબી પોલીસે દરોડો પડ્યો હતો. આ સમયે તેના મકાનમાંથી રૂૂ.1,66,964 ની કિમત નો 268 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો મળી આવતા પોલીસે દારૂૂ કબજે કર્યો હતો. જોકે આ દરોડા સમયે આરોપી હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *