જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ, મોતનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં એક શ્રમિક બેભાન હાલતમાં મળી આવતાં તેને તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા. 1 જૂન 2026ના રોજ રાત્રિના સમયે પડાણા ગામ ખાતે એક વ્યક્તિ બેભાન હાલતમાં પડેલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે જાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જોકે સારવાર દરમિયાન તેની સ્થિતિ વધુ ગંભીર બનતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકની ઓળખ સુખમીતસિંઘ અમરજીતસિંઘ (ઉ.વ. 37), મૂળ વતન ડાંગ ગામ, જિલ્લો તરણતારણ, પંજાબ અને હાલ પડાણા ગામમાં રહેતા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે ખજાનસિંઘ નહારસિંઘ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. મેઘપર (પડાણા) પોલીસ મથકે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂૂ કરી છે.
પ્રાથમિક તબક્કે મોતનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ દ્વારા જરૂૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
