યુવાન અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી બોગસ ઇન્સ્ટા આઇડી બનાવ્યું

શહેરના જામનગર રોડ પર રહેતા યુવાને અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી લઇ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેની ડીપીમાં ફોટો રાખેલો હોય જે અંગે સાયબર…

શહેરના જામનગર રોડ પર રહેતા યુવાને અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી લઇ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેની ડીપીમાં ફોટો રાખેલો હોય જે અંગે સાયબર ક્રાઇમમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે ડીવાઇસિટીમાં રહેતા 29 વર્ષિય યુવાને સાયબર ક્રાઇમમાં પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.15/4/25ના ઘરે હતો ત્યારે તેના મિત્રએ એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો ફોટો મોકલેલો હતો જેમાં ફરિયાદ અને તેની મહિલા મિત્રનો ફોટો હોય જેની પ્રોફાઇલ જોતા યુઝર આઇડી કૃપાલી આહીર 09 હતું. જેથી આ યુઝર આઇડીના ધારકે ફરિયાદી અને તેની મહિલા મિત્રનો ફોટો ચોરી લઇ બોગસ ઇન્સ્ટા આઇડી બનાવી તેમાં આ ફોટો મુકેલો હોય એ અંગે ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં હેલ્પ લાઇન 1930માં ફોન કરી અરજી કરી હતી. જે અરજીના આધારે સાયબર ક્રાઇમમાં પોલીસે કૃપાલી આહીર નામના આઇડી ધારક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *