શાપર વેરાવળના કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની સાત વર્ષની બાળકી સાથે અડપલાની ઘટના સામે આવી છે. બાળકી સાથે અડપલા કરતા બાળકીએ દેકારો કરતા પડોશી આવી ગયા હતા અને પોલીસને જાણ કરવાનું કહેતાં આરોપી ભાગ્યો હતો અને ભાગવા ગયેલ તે નીચે પટકાતા તેને પગમાં ઈજા થત સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પીટલે ખસેડાયો હતો.
પોલીસે તેની સામે પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે હોસ્પિટલમા આરોપીએ પોતાને લોકોએ માર માર્યાનુ નિવેદન આપ્યુ હતુ . જો કે , ત્યારબાદ હોસ્પિટલમાંથી ગાયબ થઇ ગયો હતો.
ભોગ બનનાર બાળકીની માતાએ આ મામલે શાપર વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મૂળ ઉત્તરપ્રદેશની વતની 24 વર્ષીય મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ખેડાના ગળતેશ્વર સોનીપુર, પીપર ફળીયુંના વતની શૈલેષ ગિરવટ લક્ષ્મણ પરમારનું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે શાપરમાં રહી કારખાનામાં મજૂરી કામ કરી ત્યાં જ રહે છે.
તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેના પતિ તેમના વતન ઉત્તરપ્રદેશમાં રહે છે અને તેણી સંતાનો સાથે અહીં રહી મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેણી 11 વાગ્યાની આસપાસ તેમના ત્રણેય સંતાનોને ઘરે મૂકી ઘર માટે અનાજ કરિયાણું લેવા માટે બજારમાં ગયેલ હતી. તે એક કલાક બાદ ઘરે પરત ફરી ત્યારે તેમની પડોશમાં રહેતાં પરિચીતે 7 વર્ષની પુત્રી સાથે શૈલેશે અડપલા કર્યા હોવાનું જણાવ્યું હતું. સાત વર્ષની પુત્રીએ પાડોશીને આપવીતી જણાવી હતી, બાળકીએ કહ્યું કે, માતા બજારમાં ગઈ ત્યારે કારખાનાની ઓરડી સામે જ રહેતો આરોપી શૈલેષ તેની ઓરડીમાં ઘુસી ગયો હતો અને તેણીના કપડા કાઢી નગ્ન કરી નાંખી હતી.
જે બાદ પોતાના પણ કપડા કાઢી નાંખ્યા હતાં. જે બાદ તેની સાથે સુઈ જઈ તેણીના ગુપ્ત ભાગે આંગળી નાંખી અડપલા કર્યા હતા.
બાળકીની માતાને આ વાતની જાણ થતા પોલીસ મથકે પહોંચી ફરીયાદ કરી હતી. આરોપી શૈલેષ પરમાર ભાગવા જતા ઘાયલ થયો હોય તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો ત્યારે તેણે પોતાને શાપરમાં અજાણ્યા શખ્સોએ મારમારતા પગ ભાંગી ગયાની ફરીયાદ કરી હતી. સત્ય હકીકતમાં તે ભાગવા ગયો હતો ત્યારે પથ્થર સાથે અથડાતાં ઘવાયો હતો. શાપર પોલીસે તેને સકંજામાં લીધો છે.
