ધ્રોલની ગણેશ સ્કૂલમાં ભણતી અરવલ્લીની નર્સિંગ છાત્રાએ ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત

ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની…

ધ્રોલની ભાગોળે ખારવા રોડ પર આવેલી ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિદ્યાર્થી આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામની રહેવાસી અને હાલ ધ્રોલ ખાતે ગણેશ સ્કૂલમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય પ્રજ્ઞા બાબુભાઈ પરમારે ગુરુવારે બપોરે જમ્યા બાદ પોતાના રૂૂમમાં જઈ ચુંદડી વડે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં સ્કૂલ સંચાલકો અને અન્ય વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

બાદમાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પી.આઈ. એચ.વી. રાઠોડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ નર્સિંગ અભ્યાસક્રમનું વેકેશન પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીની બુધવારે સાંજે જ હોસ્ટેલ ખાતે પરત ફરી હતી. જોકે બીજા જ દિવસે બપોરના સમયે તેણે આ અંતિમ પગલું ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિદ્યાર્થીનીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂૂ કરી છે. બનાવની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ ધ્રોલ આવી પહોંચ્યા છે. આ દુ:ખદ ઘટનાના પગલે ગણેશ સ્કૂલના વિદ્યાર્થીગણ તેમજ સમગ્ર ધ્રોલ પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

જામનગરમાં બેડેશ્ર્વરમાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં પાર્ટી પ્લોટ નજીકથી જાહેર સ્થળે એકી-બેકીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે દરોડો પાડી મુસ્તાક ઈકબાલભાઈ શેખ અને હારુન કાસમભાઈ મિયાણા નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોકડ રૂૂપિયા 2,150 જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીના આં કડા બોલી હારજીતનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *