રેલનગરમાં હોમગાર્ડ જવાનને આંતરી કુખ્યાત શખ્સે ધમકી આપી બાઈક પડાવી લીધું

શહેરમાં કુખ્યાત શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ઉપર હુમલા કરતાં પણ આવા શખ્સો ખચકાતા નથી ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે.…

શહેરમાં કુખ્યાત શખ્સોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ ઉપર હુમલા કરતાં પણ આવા શખ્સો ખચકાતા નથી ત્યારે આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. મારામારીના ગુનામાં રેલનગરમાં રહેતા કુખ્યાત શખ્સને પોલીસ પકડવા જતાં તે સ્કુટર રેઢુ મુકી નાસી ગયો હતો. જેતી પોલીસે તેનું સ્કુટર કબજે કર્યુ હતું. બાદમાં હોમ ગાર્ડ જવાન રેલનગરમાં તેના ઘરે જતો હતો ત્યારે કુખ્યાત શખ્સે તેને આંતરી છરી બતાવી મારૂૂ વાહન પાછું આપી દેજો નહીંતર સારાવટ નહીં રહે તેમ કહી બાઈકની લૂંટ ચલાવી હતી.

આ અંગે કુખ્યાત શખ્સ સહિત બે શખ્સો સામે ગુનો નોંધાયો છે. જાણવા મળતી વિગતો મુજબ, પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા કીશનભાઈ શૈલેષભાઈ ભટ્ટ (ઉ.વ. 24 રહે. શ્રધ્ધા રેસીડેન્સી બ્લોક નં 2 9, પરીવાર મોલ પાસે, રેલનગર રાજકોટ) દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે છત્રપતિ ટાઉનશીપ રેલનગરમાં રહેતા જાવીદ ઉર્ફે જાવલો કરીમભાઇ કાથરોટીયા અને લખન કામેજળીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલ સાંજના સાડા છ વાગ્યા આસપાસ તે પ્ર.નગર પોલીસ સ્ટેશનમા ડી સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ તૌફીકભાઈ મંધરા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

દરમિયાન રેલનગર વીસ્તારમા ફરતા ફરતા બીએસયુપી ટાઉનશીપ (બી.પી.એલ) ના કવાર્ટર પાસે પહોંચ્યા ત્યારે ત્યા રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામા નાસ્તો ફરતો અને વાંકાનેર પોલીસ સ્ટેશનના દારૂૂના ગુન્હામા ફરાર આરોપી જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટીયા બીએસયુપી ટાઉનશીપ પાસે રોડ ઉપર બેસેલ હોય અને તે નામચીન ગુન્હેગાર હોય જેને પકડવા જતા તે તેનુ એક્સેસ મુકીને ભાગી ગયો હતો. બાદમા હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સટેબલ તૌફીકભાઈ જાવેદના આ વાહનને પ્ર.નગર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતાં.રાત્રીના આશરે સાડા અગીયાર વાગ્યાની આસપાસ હોમગાર્ડ જવાન એકલો પોતાનું બાઈક લઈને ઘરે જતો હતો.

ત્યારે રસ્તામાં રેલનગર ખાતે આવેલ પરીવાર મોલથી આગળ રાધીકા મોલની સામે પહોંચતા અહીં જાવેદ ઉર્ફે જાવલો કરીમભાઈ કાથરોટીયા તથા લખન કામેજળીયા બન્ને જણા એક એક્સેસમાં આવ્યા હતાં. ફરિયાદીની પાછળની સાઈડથી આવીને તેના વાહન આગળ પોતાનુ એકસેસ આડુ નાખીને જવાનને ઉભો રાખ્યો હતો. બાદમાં આ બંન્ને શખસોએ હોમગાર્ડ જવાનનો કાંઠલો પકડી નીચે ઉતારી જાવેદે તેના પેન્ટના નેફામાથી છરી કાઢી હતી.યુવાનને છરી બતાવી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી કહ્યું હતું કે, મારૂૂ એકસેસ પ્ર. નગર લઈ ગયેલ છો તે બાબતે તૌફીકભાઈને કહેજે કે પાછુ આપી દે, નહીતર તારી સારાવાટ નહીં રહેવા દવ તેવી ધમકી આપી હોમગાર્ડ જવાનનું બાઇક છીનવી આ બંને શખસો નાસી ગયા હતાં. જે અંગે હોમગાર્ડ જવાનની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે બંને આરોપીઓ સામે લુંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *