રાજકોટના થોરાળામાં રહેતી બે સંતાનોની માતાએ પોતે અપરિણીત હોવાનું જણાવી ખોટું સોગંદનામું રજુ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં પતિએ વીરપુર પોલીસમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના નવા થોરાળા લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા અને ટ્રક ડ્રાયવર તરીકે નોકરી કરતાં પિયુશભાઇ ઉર્ફે પિન્ટુ દિનેશભાઈ દેસાણીએ પત્ની જાનકી દેસાણી સામે વીરપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને સંતાનમા એક દીકરી અને એક દીકરો છે. તેના લગ્ન તા.23/11/2017ના ઉપલેટા રહેતા મામાની દીકરી જાનકી સાથે થયા હતા 1 વર્ષ પહેલા પત્નીને પથરીની બિમારી થતા તેની સારવાર ઉપલેટા હોસ્પીટલમા ચાલતી હતી તે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય પત્નીની સારવારમાં ધ્યાન આપી શકતો ન હતો જેથી પત્ની માવતરે રોકાઈ હતી ગઇ તા.06/04ના તેણી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહેતા સસરાએ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા દિવસે પત્ની પોલીસ સમક્ષ હાજર થઈ પુછતાછ કરતા તેણીએ ઉપલેટાના તલંગણા ગામના નિકુંજભાઈ અરવિંદભાઈ સોજીત્રા સાથે ખોટુ સોગંદનામુ કરી વિરપુર ગ્રામ પંચાયતમા લગ્ન નોંધણી કરાવેલ છે તેવુ જણાવતા ત્યાં તપાસ કરતા પત્નીએ બીજા લગ્નની નોંધણી વખતે તેનુ જુનુ પિતાના નામવાળુ આધારકાર્ડ રજુ કરેલ હોય તેમજ એક લગ્ન હયાત હોવા છતા ખોટુ સોગંદનામું કરી વિરપુર ગાયત્રી મંદીર ખાતે બીજા લગ્ન કરેલ હોય આ અંગેનીગુમ થયાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં થયા બાદ બીજા લગ્ન કર્યા ની ફરિયાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં થતા આ અંગેનો ગુનો નોંધી ઉપરોક્ત ફોટો વાળી તેમજ લગ્ન વિધિમાં હાજર રહેલ ગોરબાપા સહિત સાક્ષી તેમજ બંને અસીલની ધરપકડ કરી બાદમાં જામીનમુક્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી
