ભાવનગર સીટી બસે અકસ્માત સર્જતા ટોળાએ ચાલકને ઢોર માર માર્યો

ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે…

ભાવનગર શહેરના વડવા વાસણઘાટ વિસ્તારમાં સીટી બસના ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી એક અસહાય ફેરિયાને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા ટોળાએ બસના ચાલકને બળજબરીપૂર્વક ટીંગાટોળી કરીને નીચે ઉતારી ઢોરમાર માર્યો હતો.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના વડવા વાસણઘાટ પાસેથી સીટી બસ પસાર થઈ રહી હતી, તે દરમિયાન આનંદનગર વિસ્તારમાં રહેતા અને પેટિયું રળતા એકીમખાન નામના ફેરિયાને આ બસે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફેરિયાના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોનું ઉશ્કેરાયેલું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ચાલક પર આક્રોશ ઠાલવ્યો હતો.

મારામારી અને હોબાળાના કારણે મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સીટી બસ સેવાના અન્ય કર્મચારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. આ મામલાની ગંભીરતા જોતા પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને માંડ-માંડ મામલો થાળે પાડી ટોળાને વિખેર્યું હતું. પોલીસે ઈજાગ્રસ્ત ફેરિયા એકીમખાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફત વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ભાવનગરમાં ઈ-બસ સેવા શરૂૂ થયાથી લઈને આજદિન સુધીમાં એક ડઝનથી વધુ ગંભીર અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *