તલાટીની પરીક્ષા આપી જતાં એસટીનાં કંડકટર સાથે બાઈક અથડાવી લુખ્ખા શખ્સે હુમલો કર્યો

વઢવાણના ખેરાડી ગામે રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ મોરી (રબારી)(ઉ.વ.27) ગઈકાલે રાજકોટમાં પીડી માલવીયા કોલેજ પાસે સરોજિની નાયડુ સ્કૂલમાં તલાટીની પરીક્ષા આપી પરત આવતો હતો ત્યારે ભાવિન…

વઢવાણના ખેરાડી ગામે રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ મોરી (રબારી)(ઉ.વ.27) ગઈકાલે રાજકોટમાં પીડી માલવીયા કોલેજ પાસે સરોજિની નાયડુ સ્કૂલમાં તલાટીની પરીક્ષા આપી પરત આવતો હતો ત્યારે ભાવિન જરીયા નામના શખ્સે મહેન્દ્ર સાથે અકસ્માત સર્જી મારમારતા આ મામલે પોલીસમાં ફરિયાદ કરતા આરોપીને પોલિસે સકંજામાં લીધો હતો.

મહેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ સુરેન્દ્રનગર ડેપોમાં કંડકટર તરીકે સરકારી નોકરી કરે છે.ગઈ તાં.14/09ના રોજ મારે સરોજની નાયડુ ગર્લ્સ હાઇસ્કુલ કે જે રામનગર ખાતે આવ્યો છે ત્યાં મારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલ હતો અને પરીક્ષા પૂર્ણ કરી હું મારી સ્કૂલેથી ચાલીને આવતો હતો અને પીડીએમ કોલેજ ના ખૂણે પહોંચેલ અને ત્યાં ઉભો હતો.ત્યારે એક શખ્સ પોતાનું મોટરસાયકલ ચલાવી આવી મારા બંને પગ વચ્ચે આવવા દીધેલ જેથી મેં તેને કહેલ કે ધ્યાનથી ચલાવો પરંતુ તેઓ બાઈક ઉપરથી ઉતરી સીધા જ ઢોર માર મારવા લાગેલ જેથી મારા દ્વારા તેને રોકવાનો પ્રતિકાર કરેલ પરંતુ તે માનેલ નહીં અને મને જેમતેમ ફાવે તેમ મા2 મારવા લાગેલ હતો અને તેને મને જમણો હાથ પકડીને એકદમ વાળી દીધેલ હતો.જેથી મેં મારો હાથ મુકાવેલ હતો.

જેથી મેં તેને કહેલ હતુ કે મારો કાંઈ વાંક નથી એક તો હું તમોને સમજાવું છું અને તમો મને મારો છો તો આ ભાઈ મને કહેલ કે બોલ બોલ કરમા નહિતર તને અહીંયા જ મારી નાખીશ અને તને મને કહેલ કે મારું નામ ભાવિન ઝરીયા છે તારે જે થાય તે મારું કરી લેજે તેમ કહીને પણ તે મને વધુ મારી દીધેલ હતું ત્યાં તે દરમિયાન ત્યાં પીડીએમ કોલેજમાંથી એક પરીક્ષા આપીને બહાર આવેલ હોય તેને તથા બીજા માણસોએ અમોને છોડાવેલ હતા અને બાદમાં આ ભાવિન ઝરિયા ત્યાંથી પોતાનું મોટરસાયકલ લઈને ભાગી ગયો હતો.ત્યારે મેં તેના નંબર જોયેલ હતા અને ત્યાં માણસો ભેગા થયા હોય તેઓએ તેને રોકી રાખેલ હતો અને પીડીએમ કોલેજમાંથી પરીક્ષા આપીને આવેલ ભાઈએ પોલીસમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને આ ભાવિન ઝરીયા ને પોલીસ તેમની સાથે લઈ ગયેલા હતા.આ મામલે તેમની સામે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *