કોઠારિયા ગામે તામસી સ્વભાવની સગીરાનો ઝેરી દવા પી આપઘાત

શહેરની ભાગોળે કોઠારીયા ગામે વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની તામસી સ્વભાવની સગીરાએ ઝેરી દવાપી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા…

શહેરની ભાગોળે કોઠારીયા ગામે વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની તામસી સ્વભાવની સગીરાએ ઝેરી દવાપી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ મુળ એમપીના વતની અને હાલ કોઠારીયા ગામે રણજીતભાઇની વાડીમાં કામ કરતા કાનાભાઇ ભૂરીયાની 16 વર્ષિય પુત્રી લીલુબેને ગત તા.8ના વાડીએ હતી ત્યારે ઝેરી દવાપી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનુ સારવાર દરમિયાન આજે મોત નીપજ્યુ હતુ. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક સગીરા બે ભાઇ ત્રણ બહેનમાં વચેટ હતી. પરિવારજનોએ જણાવ્યા મુજબ સગીરા તામસી સ્વભાવની હોય જેથી પરિવાર જનોમાં કોઇએ ઠપકો આપતા લાગી આવવાથી આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

જયારે બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે માંડાડુગરમાં આવેલી નકલંગ સોસાયટી શેરીનં.1માં રહેતા અશોક ધીરુભાઇ સોલંકી (ઉ.વ.27) નામનો યુવાન આજે સવારે દુધની ડેરી પાસે એચજે સ્ટીલ પાસે હતો ત્યારે બેભાન થઇ જતા તેનુ ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ આ અંગે થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *