જામનગરના મોરકંડા ગામે ઘોડીપાસાની મિની ક્લબ ઝડપાઈ

રૂા.1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે,…

રૂા.1.90 લાખની માલમતા સાથે 7 આરોપી પકડાયા

જામનગર શહેર અને મોરકંડા ગામમાં પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડી 13 આરોપીઓની અટકાયત કરી લીધી છે, અને રૂૂપિયા બે લાખથી વધુની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને જુગારનો પ્રથમ દરોડો મોરકંડા ગામના પાટીયા પાસે પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા 7 આરોપીઓની અટકાયત કરી લઇ રિપિયા 1,90,500ની માલમતા કબજે કરી છે. જ્યારે ધરાર નગર વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

જુગારનો પ્રથમ દરોડો જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ઘોડીપાસાનો જુગાર રમી રહેલા જુનેદ ઉર્ફે બોદીયો, જુસબભાઈ ખફી, મહેબૂબ ઉર્ફે દાબેલી સત્તારભાઈ ચુડાસમા, ફિરોજ ઈસ્માઈલભાઈ ઉન્નડ, યાસીન કાસમભાઈ ડોસાણી, અસલમ ગફારભાઈ નોઈડા, વસીમ કાસમભાઇ ખીરા અને અફઝલ ઈકબાલભાઈ ખીરાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 1,90,500ની માલમતા કબજે કરી છે. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ દરોડો પાડ્યો હતો.

જુગાર અંગેનો બીજો દરોડો જામનગરના ધરાર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં ધરાનગર -1 હુસેની ચોક વિસ્તારમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા આરીફ ઉમરભાઈ સંધી, રાયમલ હાજીભાઈ સંધિ, સલીમ મહમદભાઈ તાયાણી, ઈમરાન ઇબ્રાહીમભાઇ સંધી, અજીજ કાસમભાઈ હાલેપોત્રા, અને અનીશ અબ્બાસભાઈ જુણેજાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 14,490ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

અન્ય દરોડો
જામનગરમાં દિગ્વિજય પ્લોટ નજીક કામળિયા વાસ વિસ્તારમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને છ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 ના છેડે કામડિયા વાસ વિસ્તારમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા મહેશ બાબુભાઈ કટારમલ, હુસેન અલીભાઈ આરબ, વિશાલ નરસીભાઇ ચૌહાણ, મહેન્દ્રસિંહ કરશનસિંહ જાડેજા, રાજેશ સવજીભાઈ ચૌહાણ, અને કિરીટસિંહ નારણજી જાડેજાની અટકાયત કરી લઇ, તેઓ પાસેથી રૂૂપિયા 10,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *