મોરબીના જેતપરના પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત

જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો…

જેતપર ગામે રહેતા આધેડ પૂજાપાઠની ચીજવસ્તુની ફેરી કરતા હોય અને કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગામમાં આવેલ તળાવ પાસે ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
મોરબીના જેતપર ગામના રહેવાસી રવજીભાઈ ઉર્ફે રવિભાઈ કેશવજીભાઇ ધમણ (ઉ.વ.52) વાળા પૂજાપાઠની ચીજવસ્તુઓની ફેરી કરતા હોય અને થોડા સમયથી કામ ધંધો બરોબર ચાલતો ના હોવાથી ગુમસુમ રહેતા હતા અને ગત તા. 29 ના રોજ રાત્રીના સમયે જેતપર ગામે તળાવ પાસે શીતળા માતાજી મંદિર નજીક ઝાડની ડાળીએ દોરડું બાંધી પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.

અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વાંકાનેરના ઢુવા ગામે નેશનલ હાઈવે રોડના બ્રીજ પાસેથી અજાણ્યા પુરુષ આશરે 35 વર્ષ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યા પુરુષનું મોત થતા 10 મારફત મોરબી સરકારી હોસ્પિટલ પીએમ અર્થે મૃતદેહ ખસેડ્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *