ગઈકાલે બગસરાના શાપરમાં સગાભાઈએ બહેનની હત્યા કર્યાની ઘટના તાજી છે. ત્યા સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે માલઢોર ચરાવવાનો ધંધો કરતા એક આધેડની ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ માથામાં તીક્ષણ અને બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવી છે. જો કે આ આધેડની હત્યા કોણે અને શા કારણે કરી તે હજુ સ્પષ્ટ થયું નથી.
માત્ર 48 કલાકના ગાળામાં અમરેલી જિલ્લામાં હત્યાની બીજી ઘટના બની છે. સાવરકુંડલા તાલુકાના મઢડા ગામની સીમમાં જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી (ઉ.વ.55) નામના આધેડની હત્યા થઈ ગઈ હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મૃતક જિલુભાઈ મઢડામાં તેમના ભત્રીજા ઘોહાભાઈ બચુભાઈ સાથે રહેતા હતા અને માલઢોર ચરાવવાનો ધંધો કરતા હતા.ગઈરાત્રે તેઓ ઘરે આવ્યા ન હતા. સવારના સમયે ગામમાં જવાના જુના રસ્તે પાણીના એક વહેતા ખાળિયા પાસે તેમની લાશ પડેલી મળી આવી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ વિજપડી દવાખાને અને બાદમાં સાવરકુંડલા દવાખાને લઈ જવાયા હતા.
મૃતક જીલુભાઈના કુટુબી મઢડામાં પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ જેઠુરભાઈ વાઘોશી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તેમના કૌટુબીક કાકા જીલુભાઈની હત્યા અંગે અજાણ્યા શખ્સો સામે સાવરકુંડલા રૂૂરલ પોલીસને ફરિયાદ આપી હતી.
જેમાં તેણે જણાવ્યું હતું કે તેમના કૌટુબીક કાકાને માથામાં તિક્ષણ અને બોથડ પદાર્થના ઘા મારવામાં આવ્યા હતા. એટલું જ નહી તેમનો હાથ પણ ભાંગી નાખવામાં આવ્યો હતો. બાદમાં તેમની લાશને ફોરેન્સીક પીએમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જીલુભાઈની હત્યા અજાણ્યા શખ્સોએ કરી હતી. જો કે ક્યા હથિયારથી હત્યા કરવામાં આવી અને શા માટે હત્યા કરાય તે સ્પષ્ટ થયું ન હતું. સ્થાનિક પોલીસે હત્યારાની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી છે. ગઈકાલે બગસરાના શાપરમાં હત્યાની ઘટના હજુ તાજી છે. ત્યા બીજા દિવસે હત્યાની બીજી ઘટના બની છે.
મૃતક જીલુભાઈ પાણીના ખોળિયામાં પડ્યા હોય પરિવારને પ્રથમ દ્રષ્ટિએ એવુ લાગ્યું હતું કે પડી જવાથી માથામાં ઈજા થતા તેમનું મોત થયું હશે. પરંતુ તેમનો હાથ પણ ભાંગી નખાયો હોય અને પીએમ દરમિયાન હત્યા થયાનું જણાતા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
ગઈકાલે બગસરાના શાપરમાંસગાભાઈએ બહેનની હત્યા કર્યાનીઘટના તાજી છે. ત્યા આજેસાવરકુંડલા તાલુકાના મઢડા ગામેમાલઢોર ચરાવવાનો ધંધો કરતાએક આધેડની ગઈ રાત્રે અજાણ્યાશખ્સોએ માથામાં તીક્ષણ અનેબોથડ પદાર્થના ઘા મારી હત્યા કરીનાખ્યાની ઘટના સામે આવી છે. જોકે આ આધેડની હત્યા કોણે અને શાકારણે કરી તે હજુ સ્પષ્ટ થયું નથી.
